+

AMC Plans For Summer: જાણો… ઉનાળાની શરૂઆતમાં AMC દ્વારા પ્રાથમિક એક્શન પ્લાન કેવો રહેશે ?

AMC Plans For Summer: દેશના વિવિધ શહેરો સહિત વિવિધ રાજ્યોમાં સૂરજની ગરમીનો માર શરૂ થઈ ગયો છે. ત્યારે ગુજરાતમાં તો ઉનાળો બેસી ગયો હોય, તેવી સ્થિતિ સામે આવી છે. તેને…

AMC Plans For Summer: દેશના વિવિધ શહેરો સહિત વિવિધ રાજ્યોમાં સૂરજની ગરમીનો માર શરૂ થઈ ગયો છે. ત્યારે ગુજરાતમાં તો ઉનાળો બેસી ગયો હોય, તેવી સ્થિતિ સામે આવી છે. તેને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના તમામમ્યુનિસિપલ કોર્પોરેશનને સૂચના પાઠવવામાં આવી છે.

  • ઉનાળાને લઈને AMC દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો
  • શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસ અને લુ લાગવાના કેસ વધશે
  • માર્ચ મહિનામાં 10 પાણીના નમૂના અનફિટ

તેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રાજ્ય સરકારના આદેશ પ્રમાણે ઉનાળાની ગરમીને માત આપવા માટે એક્શન પ્લાન અગાઉથી તૈયાર કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત અમદાવાદ શહેર (AMC) માં અલગ અલગ પીણાના સ્ટોલ કે લારી ઉપર પાણીના સેમ્પલ અને તેની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત AMC હસ્તક આવેલી હોસ્પિટલમાં પણ એક અલગ હીટ સ્ટ્રોકનો વોર્ડ પણ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.

શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસ અને લુ લાગવાના કેસ વધશે

તેની સાથે પાણીજન્ય રોગચાળો વકરે નહિ તે માટે અલગ-અલગ હોસ્પિટલ સંચાલકોને કડક સૂચના આપવામાં આવશે. તો ગુજરાતના ઉનાળો અસહ્ય સાબિત થતો હોય છે, તેને કારણે… આરોગ્ય ક્ષેત્રે ખાધપદાર્થોમાં પણ કચાશ ન રાખવા આરોગ્ય વિભાગે સૂચના જાહેર કરી છે. તો સ્વાભાવિક છે કે અસહ્ય ગરમીના કારણે શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસ અને લુ લાગવાના કેસ વધશે, તેથી હોસ્પિટલમાં ખાસ વોર્ડની સુવિધાઓ તૈયાર કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

માર્ચ મહિનામાં 10 પાણીના નમૂના અનફિટ

છેલ્લા એક માસ દરમિયાન ઝાડા ઉલ્ટીના 145 કેસ કમળાના 28 કેસ અને ટાઈફોઈડના 97 શહેરમાંથી સામે આવ્યા છે. તો માર્ચ મહિનામાં શરૂ કરવામાં આવેલી તપાસમાં માર્ચ મહિનામાં 10 પાણીના નમૂના અનફિટ સાબિત થયા છે.

આ પણ વાંચો: Gandhinagar : દેશની પ્રતિષ્ઠીત ગણાતી બેઠક પર હંમેશા ભાજપનો દબદબો

આ પણ વાંચો: VADODARA : SSG હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં લિફ્ટ બહાર દર્દીઓના સ્ટ્રેચરની લાઇનો લાગી

આ પણ વાંચો: Porbandar ICG: ભારતીય જળસીમા પર ડ્રગ્સ માફિયાઓ બન્યા બેફામ, ICG એ 480 કરોડનો જથ્થો પકડ્યો

Whatsapp share
facebook twitter