+

ઈ-મેમો અંગે AMC અને શહેર પોલીસ આમને-સામને, મનપાની ગૃહવિભાગને રજૂઆત

AMC અને શહેર પોલીસ વચ્ચે ઈ-મેમોને લઈને વિવાદ                                                                              અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસ વચ્ચે ઈ-મેમોની આવક મુદ્દે ખટરાગ સર્જાયો છે. શહેર AMC એ ઈ-મેમોની આવકમાં 50 ટકા હિસ્સો માંગતા સમગ્ર વિવાદ હવે ગૃહવિભાગ સુધી પહોંચી શકે  છે.અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ અને એએમસી વચ્ચે ઈ-મેમો મામલે વિવાદ ઉભો થયો છે. સમગ્ર મામલે હવે અમદાવાદ મ્યુનિ. કો
AMC અને શહેર પોલીસ વચ્ચે ઈ-મેમોને લઈને વિવાદ                                                                              અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસ વચ્ચે ઈ-મેમોની આવક મુદ્દે ખટરાગ સર્જાયો છે. શહેર AMC એ ઈ-મેમોની આવકમાં 50 ટકા હિસ્સો માંગતા સમગ્ર વિવાદ હવે ગૃહવિભાગ સુધી પહોંચી શકે  છે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ અને એએમસી વચ્ચે ઈ-મેમો મામલે વિવાદ ઉભો થયો છે. સમગ્ર મામલે હવે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને શેહર પોલીસ આમને સામેને આવી ગયા છે. અમદાવાદમાં કોર્પોરેશનની માલિકીના 6500 સીસીટીવી કેમેરા કુલ 96 જેટલા મોટા જંક્શન આવરી લે તે પ્રકારે લગાવવામાં આવ્યા છે. સ્માર્ટસીટી બજેટ અંતર્ગત લગાવવામાં આવેલા આ કેમેરાથી ટ્રાફિક પોલીસ સમગ્ર ઈ-મેમોની પ્રક્રિયા ઓપરેટ કરે છે. મહાનગરપાલિકાના સીસીટીવી હોવા છતા વર્ષ 2018 થી 2022 સુધી પોલીસે રૂ. 38 કરોડની ઈમેમોની આવક મળેવી છે જેમાંથી એએમસીને ચૂકવાની થતી રકમ ચૂકવી નથી.
કોર્પોરેશનનની માહિતી અનુસાર શહેર પોલીસે છેલ્લા પાંચ વર્ષમાં અઢીસો કરોડથી વધુના મેમો ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહનોચાલકોને મોકલ્યા છે. જેમાંથી રૂ.38 કરોડની જ વસૂલાત થઈ છે. ભૂતકાળમાં થયેલી સમજૂતી મુજબ આ દંડની અડધી રકમ એએમસીમાં જમા કરવાની હોવા છતા ટ્રાફિક પોલીસે અત્યાર સુધી આ રકમ જમા કરાવી નથી.     વર્ષ 2018 થી શહેર ટ્રફિક પોલીસે કુલ રૂ.250 કરોડના મેમો ઈસ્યુ કર્યા છે. જેમાથી શહેર પોલીસને ઈ-મેમોની 38 કરોડની રકમ પ્રાપ્ત થઈ છે. જેને સમજૂતી કરાર અનુસાર અમદાવાદ મહાનગરપાલિકા અને શહેર ટ્રાફિક પોલીસને 50- 50 ટકા હિસ્સો આ દંડની રકમમાંથી ભોગવાનો હતો. અમદાવાદ કોર્પોરેશનને રૂ. 19 કરોડ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પાસેથી લેવાના નિકળે છે. જોકે સમજૂતી કરાર થયો હોવા છતા અમદાવાદ શહેર પોલીસે મહાનગરપાલિકાને આ રકમ ન ચૂકવતા હવે આ મામલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ગૃહ વિભાગને રજૂઆત કરવા માટેની તૈયારી હાથ ધરી છે. 2019 માં પણ અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરે તે વખતે પણ સરકારને પત્ર લખી રજૂઆત કરી હતી. જો કે હજી સુધી સમજૂતી મુજબની બાકી લેણાની રકમ ન મળતા એએમસી દ્વારા ફરી પત્ર સરકારને પત્ર લખી રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. 
AMCની સૌથી મોટી ચિંતા સીસીટીવી કેમેરાના મેઇન્ટનન્સની છે, મેઇન્ટનન્સનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થશે પછી AMCના માથે મેઇન્ટનન્સનો કરોડોનો બોજ આવશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસે ભેગા મળીને રૂ.314 કરોડનો સેફ એન્ડ સિક્યોર અમદાવાદ ( SASA ) પ્રોજેકટ બનાવ્યો હતો. આ પ્રોજેકટ અંતર્ગત 130 જંકશનને નક્કી કરી તેને જીરો ટોલરેન્સ જંકશન તરીકે તૈયાર કરવાના હતા. જેમાં 6200 વધુ કેમેરા અને 126 VMD બોર્ડ લગાવાના હતા. જ્યારે આ પ્રોજેકટ અંતર્ગત 9.16 કરોડના ખર્ચે પાલડી ખાતે 2300 ચો.મી જમીનમાં કમાન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 239 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં 62 કરોડ રૂપિયામાં આઇટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે. જ્યારે 1576 પોઇન્ટને BSNLના નેટવર્ક લાઈનથી જોડવામાં આવ્યા છે. પાલડીના કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે બાયોમેટ્રિક RFID એક્સેસ કંટ્રોલ, હાઈ એન્ડ HVAC સિસ્ટમ અને CCTV સર્વેલન્સ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા આ પ્રોજેક્ટ અંતર્ગત ઇ-મેમો વસુલવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ એમએમસીને તેમનો હિસ્સો ન મળતા વિવાદ સર્જાયો છે.
Whatsapp share
facebook twitter