Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ambaji Bus: અંબાજીમાં 51 શક્તિપીઠ કાર્યક્રમ સમાપન થતા બસ પર થયો પથ્થરમારો

06:41 PM Feb 17, 2024 | Aviraj Bagda

Ambaji Bus: હાલમાં, ગુજરાતના બનાસકાંઠા (Banaskantha) અંબાજીમાં 51 શક્તિપીઠ 51 શક્તિપીઠ પરિક્રમ (Ambaji) નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પરિક્રમા (Ambaji) નું આયોજન 12 થી 16 ફેબ્રુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું હતું.

  • અંબાજી કાર્યક્રમમાં 850 જેટલી બસ કાર્યરત
  • પાંસા નજીક પથ્થરમારો કરવામાં આવ્યો
  • ઘટના સ્થળ પરથી 3 બાઈક મળી આવ્યા

અંબાજી કાર્યક્રમમાં 850 જેટલી બસ કાર્યરત

તે ઉપરાંત ગુજરાત રાજ્ય વાહન પરિવહન નિગમ (GSRTC) દ્વારા 850 જેટલી ST Bus માત્ર શ્રદ્ધાળુ માટે અંબાજી દર્શન કરાવા માટે કાર્યરત કરવામાં આવી હતી. તે સહિત 1600 જેટલા રાજ્ય વાહન પરિવહન (GSRTC) ના ડ્રાઈવર ખડપગે રહ્યા હતા.

પાંસા નજીક પથ્થરમારો કરવામાં આવ્યો

Ambaji ST Bus

ત્યારે આજરોજ અંબાજી (Ambaji) થી પાલનપુર જતી ST Bus પર પાંસા સ્થળ પર અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ઘટના પરિક્રામા પૂર્ણ થાયા બાદ તરત જ સામે આવી હતી. જ્યારે ST Bus પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે ST Bus માં હાજર મુસાફરોમાં ભયનો મહોલ સર્જાયો હતો.

ઘટના સ્થળ પરથી 3 બાઈક મળી આવ્યા

જોકે તાત્કાલિક ધોરણે ST Bus ના Driver અને Conductor દ્વારા અંબાજી (Ambaji) ડેપો મેનેજર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે તુરંત પોલીસ (Police Station) ની ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી. અંબાજી પોલીસ દ્વારા ઘટના સ્થળે થી 3 બાઇકને પોલીસ હસ્તક કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Surendranagar District: ફરી એકવાર રાજ્યમાંથી શિક્ષકોની ઘોર બેદરકારી આવી સામે