Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ambaji Ram Navami: અંબાજીમાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રામા 2 જેસીબી વડે પુષ્પવર્ષા

11:11 PM Apr 17, 2024 | Aviraj Bagda

Ambaji Ram Navami: શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. ત્યારે આજે રામ નવમીના પવિત્ર દિવસે અંબાજી રામ મંદિરથી ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા ડીજે, નાસિક ઢોલ, બગી સાથે અંબાજીના બજારમાં નીકળી હતી. ભગવા રેલીમાં જયશ્રી રામના નારા લાગ્યા હતા.

  • અંબાજીમાં રામ નવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી
  • મા અંબાનું ધામ રામમય બની ગયું
  • કડક પોલીસ બંદોબસ્ત રેલીમાં ખડકાયો

Ambaji Ram Navami

અંબાજી ખાતે હાઈવે માર્ગ ઉપર ભગવાન રામની રામ સેવા સમિતી દ્વારા ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે. અંબાજી ખાતે આજે રામ નવમીની ભવ્ય શોભાયાત્રામા નાના બાળકો પણ વાનર વેશમાં જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. 51 શક્તિપીઠ સર્કલ પાસે 2 જેસીબી વડે રામની શોભાયાત્રા પર પુષ્પવર્ષા કરાઈ હતી.

મા અંબાનું ધામ રામમય બની ગયું

આજે સાંજે ભગવાન રામના મંદિરે થી ભવ્ય શોભાયાત્રા નિકળી, ત્યારે મા અંબાનું ધામ રામમય બની ગયું હતું. મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો શોભાયાત્રામા જોડાયા હતા. અંબાજીના બજારોમાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નિકળી, ત્યારે લોકો પણ આ શોભાયાત્રામાં જોડાઈ ભગવાન રામની ભકિત કરતા જોવા મળ્યા હતા.

Ambaji Ram Navami

કડક પોલીસ બંદોબસ્ત રેલીમાં ખડકાયો

તે ઉપરાંત જગ્યા-જગ્યા ઉપર લોકો દ્વારા સરબતની વ્યવસ્થા કરાઈ હતી. રેલી રામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. અંબાજી ખાતે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નિકળી ત્યારે પોલિસ તંત્ર દ્વારા પીઆઈ, પીએસઆઈ, સહિત પોલીસ જવાનો રેલીમાં જોવા મળ્યા હતા. ત્યારે રોડ પર 2 જેસીબીમાં રામ ભકતો બેસીને શોભાયાત્રા પર પુષ્પ વર્ષા કરતા જોવા મળ્યા હતા.

અહેવાલ શક્તિસિંહ રાજપૂત

આ પણ વાંચો: Ram Navami : આ મુસ્લિમ યુવકની રામભક્તિ બની ચર્ચાનું કેન્દ્ર, છેલ્લા 20 વર્ષથી અવિરત

આ પણ વાંચો: RamNavami : જગન્નાથ મંદિરે પહોંચ્યા પૂર્વ Dy.CM નીતિન પટેલ, જાણો ક્ષત્રિય સમાજનાં આંદોલનને લઈ શું કહ્યું ?

આ પણ વાંચો: Golden Ramayan: 5 કરોડ વાર શ્રી રામ લખવામાં આવ્યુ, દુર્લભ સોનાની રામાયણ