Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ambaji : Gujarat First ના અહેવાલની અસર, દેશી દારુ વેચવા મામલે અંબાજી પોલીસની કાર્યવાહી

11:46 AM Mar 01, 2024 | Vipul Sen

અંબાજીમાં (Ambaji) VIP રોડ ખાતે ખુલ્લેઆમ દેશી દારુના વેચાણનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. અંબાજી પોલીસ (Ambaji Police) દ્વારા VIP રોડ પર દેશી દારુના વેચાણ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, અંબાજી પોલીસ તાત્કાલિક VIP રોડ ખાતે પહોંચી હતી અને મોનિટરિંગ શરૂ કરી તપાસ આદરી હતી.

અંબાજી જતા VIP રોડ પર કેટલાક ઇસમો દ્વારા ખુલ્લેઆમ દેશી દારુનું વેચાણ કરાતા હોવાનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. VIP રોડ પર 4 થી 5 જેટલી મહિલાઓ દેશી દારુનું વેચાણ કરતી હતી. ત્યારે દૈનિક ધોરણે દારુ પીવા આવતા લોકો વચ્ચે જાહેરમાં મારામારીની ઘટનાઓ પણ બનતી હતી, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોને ભારે મુશ્કેલી થતી હતી. આરોપ છે કે સ્થાનિક પોલીસને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ત્યારે હવે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ અંબાજી પોલીસ (Ambaji Police) હરકતમાં આવી છે અને VIP રોડ ખાતે પહોંચીને કાર્યવાહી કરી દેશી દારુની કેટલીક પોટલીઓ પણ જપ્ત કરી હતી. અંબાજી પોલીસે સ્થળ પર મોનિટરિંગ હાથ ધર્યું છે. આજે સવારથી પોલીસની વાન વોચ રાખશે એવી માહિતી મળી છે.

જાહેર માર્ગ પર દરરોજ દેશી દારૂની મહેફિલો

અંબાજી એ (Ambaji) લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. દૈનિક ધોરણે અહીં મોટી સંખ્યામાં લોકો મા અંબાના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે આવતા હોય છે. ત્યારે બીજી તરફ આ પવિત્ર ધામમાં જાહેર માર્ગ પર ખુલ્લેઆમ દેશી દારુનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. અંબાજીના VIP બજારમાં (VIP Bazaar) દરરોજ દેશી દારુની (liquor) મહેફિલો જોવા મળે છે. અહીં, 4 થી 5 મહિલાઓ દેશી દારુનું ખુલ્લેઆમ વેચાણ કરી રહી છે. દારુ પીવા આવતા લોકો વચ્ચે અનેકવાર મારામારીની ઘટનાઓ પણ બની છે. પોલીસની રહેમનજરે કેટલાઇ ઇસમો અહીં દેશી દારુના વેચાણનો ખુલ્લેઆમ વેપલો ચલાવી રહ્યા છે.

પોલીસને વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં

માહિતી મુજબ, આરોપ છે કે આ મામલે સ્થાનિક પોલીસને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિક પોલીસ (Police) પણ રૂપિયા લઈને આંખ આડા કાન કરીને બેઠી છે અને બુટલેગરો કોઈ પણ ખૌફ વિના બેરોકટોક ખુલ્લેઆમ દારુનું ધૂમ વેચાણ કરી રહ્યા છે. અંબાજીના (Ambaji) VIP રોડ પર છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગ પર દેશી દારુનું વેચાણ થઈ રહ્યું છે. પરંતુ, કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની સ્થાનિકો દ્વારા રાવ ઊઠી છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દેશી દારુનાં ખુલ્લેઆમ વેચાણથી અંબાજીના વેપારીઓ અને ગ્રામજનો પણ ભારે પરેશાની વેઠી રહ્યા છે.

આ પણ વાંચો – Ambaji : પવિત્ર યાત્રાધામ જતાં VIP રોડ પર ખુલ્લેઆમ દેશી દારૂનું ધૂમ વેચાણ, પોલીસની કામગીરી સામે આરોપ