+

Ambaji : ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગરબામાં વિધર્મીઓના પ્રવેશ અંગે કરી આ મોટી વાત, જાણો શું કહ્યું…

અંબાજી ખાતે હાલમાં બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો 3 દિવસનો દીવ્ય દરબાર ચાલી રહ્યો છે. ત્યારે અંબાજી ખાતે આસો નવરાત્રીના પ્રથમ 3 દીવસ જીએમડીસી મેદાન ખાતે ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ કોટક…

અંબાજી ખાતે હાલમાં બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો 3 દિવસનો દીવ્ય દરબાર ચાલી રહ્યો છે. ત્યારે અંબાજી ખાતે આસો નવરાત્રીના પ્રથમ 3 દીવસ જીએમડીસી મેદાન ખાતે ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ કોટક દ્વારા દરબારનુ આયોજન કરવામાં આવ્યું હતુ. અંબાજી ખાતે આ દરબારમા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, જેમા ગુજરાત બહારથી પણ લોકો બપોરથી દરબાર શરૂ થતા પહેલા તડકામાં બેસેલા જોવા મળ્યા હતા.

અંબાજી ખાતે દર્શન કરવા આવતા માઈ ભક્તો અંબાજી મંદિરનાં દર્શન કર્યા બાદ દીવ્ય દરબારમાં આવી રહ્યા છે.ઇસ્કોન અંબે વેલી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પત્રકારોના તમામ પ્રશ્નના જવાબ આપ્યા હતા.ગુજરાતીમાં તેમને બોલીને લોકોને હનુમાનજી બાલાજી ધામનું મહત્વ સમજાવ્યું હતું અને આ પ્રસંગે વિવિઘ પ્રશ્નો પર વક્તવ્ય આપ્યુ હતુ.

અંબાજીમાં બાગેશ્વર સરકાર દ્વારા યોજાવામાં આવી પ્રેસ કોન્ફ્રન્સ જેમા પત્રકારોના તમામ પ્રશ્નના જવાબ તેમને આપ્યા હતા.પ્રેસ કોન્ફ્રન્ માં પ્રવીણ કોટક અને બાગેશ્વર સરકાર પણ હાજર રહ્યા હતા.સનાતન એજ જીવનનો રસ્તો છે તેનાથી જ વિશ્વમાં શાંતિ થશે તેવું બાબાએ નિવેદન આપ્યું હતુ.હિંદુઓને જગાડવા માટે અને એકત્રિત કરવા માટે ભારતભરમા તેમને પગપાળા યાત્રા કરશે તેવું કહ્યું હતુ.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, મારે ત્યાં બધાની અરજી સ્વીકાર થાય છે ને મારી અરજી મા અંબાએ સ્વીકારી લીધી છે.લવ જેહાદને બાબાએ હિડન જહેર બતાવ્યુ હતુ, જે હાલમાં સ્કૂલ, કોલેજમાં ફેલાઈ રહ્યું છે.નવરાત્રીમા ગરબામાં આવનાર મુસ્લિમ યુવકો પર બાબાએ પ્રહાર કર્યો હતો.ભાઈચારાના નામે આવતા મુસ્લિમ યુવકો પોતાની બેહનોને પણ ગરબામાં લાવી બેહેનચારો નિભાવે. હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે ગરબામાં આવતા લોકોને ગંગાજળ અને ગૌ મૂત્ર પીવડાવીને એન્ટ્રી આપવી જોઈએ. આ સિવાય બાબાએ દરબારમાં લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદ આરોગ્ય વિભાગની મોટી કામગીરી, તહેવારના સમયે નકલી ઘી નો ઝડપાયો જથ્થો

Whatsapp share
facebook twitter