Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમરનાથ યાત્રા હવે શ્રદ્વાળુઓ માટે બનશે સરળ,આ સેવા શરૂ કરવામાં આવી

05:23 PM Apr 23, 2023 | Vipul Pandya

રાજયમાં છેલ્લા 2 વર્ષમાં કોરોનાની મહામારીના લીધે અમુક રાજ્યોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. જે હવે કોરોના કેસ ઘટતા નિયંત્રણ હળવા કરવામાં આવ્યા  છે. કોરોનાકાળ બાદ ફરી એકવાર અમરનાથ યાત્રા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના લીધે આ વખતે પ્રશાસને શ્રદ્વાળુઓ માટે આ યાત્રા સરળ બની રહે તે માટે વિશેષ સગવડતા ઉભી કરી છે. અમરનાથ યાત્રા 30 જૂન 2022થી શરૂ થશે અને 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.
 યાત્રિકોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને શ્રાઈન બોર્ડે આ વર્ષે પૂરતી વ્યવસ્થા કરી છે. 2020 અને 2021માં કોવિડને કારણે કોઈ યાત્રાળુ યાત્રા કરી શક્યા ન હતા. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આજે ​​અમરનાથ યાત્રા 2022 માટે ઓનલાઈન હેલિકોપ્ટર બુકિંગ સેવા પોર્ટલ લોન્ચ કર્યું. યાત્રા માટે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરવા માટે શ્રદ્ધાળુઓ શ્રાઈન બોર્ડની વેબસાઈટ www.jksasb.nic.in પર સરળતાથી લોગઈન કરી શકે છે. આ સેવાથી શ્રદ્વાળુઓને સરળતા રહેશે.
મનોજ સિન્હાએ ટ્વીટર પર સેવાની શરૂઆતની જાહેરાત કરી. તેમણે લખ્યું કે શ્રી અમરનાથ જી યાત્રા માટે ઓનલાઈન હેલિકોપ્ટર બુકિંગ સેવા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ વખત તીર્થયાત્રીઓ સરળતાથી શ્રીનગરથી પંચતરણી સુધી મુસાફરી કરી શકે છે અને એક જ દિવસમાં પવિત્ર યાત્રા પૂર્ણ કરી શકે છે.