Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શ્રીલંકાની સાથે બાંગ્લાદેશે કેનેડાને આપી સલાહ…. જાણો ભારતે શું કહ્યું?

01:04 PM Nov 14, 2023 | Hiren Dave

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને અરીસો બતાવ્યો છે. એક મોટા કૂટનીતિક પગલા હેઠળ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને પૂજા સ્થાનો અને હેટ ક્રાઇમની ઘટનાઓને રોકવાની સલાહ આપી હતી. યુએન માનવ અધિકાર પરિષદની બેઠક દરમિયાન એક ઠરાવ પર ચર્ચા દરમિયાન ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાજદ્વારીઓએ કેનેડાને કેટલીક સલાહ આપી હતી.

 

ભારતે આ સલાહ આપી

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદ્વારી મોહમ્મદ હુસૈને કહ્યું કે, ભારતની કેનેડાને સલાહ છે કે તે પોતાનું ઘરેલું માળખું મજબૂત કરે, જેથી વાણી સ્વાતંત્રતાનો દુરુપયોગ ન થઈ શકે. આ સાથે કટ્ટરવાદને પ્રોત્સાહન ન આપવામાં આવે કે જેથી હિંસા ભડકતી રોકી શકાય. ભારતીય રાજદ્વારીએ કહ્યું કે કેનેડામાં ધાર્મિક સ્થાનો અને ધાર્મિક લઘુમતીઓ પર થતા હુમલાઓ રોકવાનો પ્રયાસ કરવામાં આવે. હેટ ક્રાઈમ અને ઘૃણાસ્પદ ભાષણો રોકવા માટે કાયદાને મજબૂત કરવામાં આવે.

 

 

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની સમીક્ષા બેઠક માટે એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાજદ્વારીઓએ કેનેડાને લઘુમતીઓના મુદ્દા અંગે સલાહ આપી હતી.બેઠકમાં, બાંગ્લાદેશી રાજદ્વારી અબ્દુલ્લા અલ ફોરહાદે કેનેડાને જાતિવાદ, અપ્રિય ભાષણ, નફરતના ગુનાઓ અને ઇમિગ્રન્ટ્સ અને મુસ્લિમ લઘુમતીઓ સામેના ભેદભાવ સામે લડવા માટે તેના પ્રયાસો વધારવા વિનંતી કરી.

 

બાંગ્લાદેશી રાજદ્વારી, જોકે, માનવ અધિકારોનું રક્ષણ કરવા અને માનવ તસ્કરી સામે લડવા માટે કેનેડાના અભિગમની પણ પ્રશંસા કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે કેનેડાએ કાર્બન ઉત્સર્જન ઘટાડવું જોઈએ અને ક્લાઈમેટ ચેન્જની નકારાત્મક અસરોને પહોંચી વળવા પગલાં લેવા જોઈએ.

બાંગ્લાદેશી રાજદ્વારીએ કહ્યું, ‘કેનેડા માનવ અધિકારોના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે જે કરી રહ્યું છે તેની અમે પ્રશંસા કરીએ છીએ. અમે માનવ તસ્કરી સામે લડવા માટેની તેની રાષ્ટ્રીય વ્યૂહરચના 2019-2024ને અસરકારક ગણીએ છીએ. આ સાથે બાંગ્લાદેશ કેનેડાને જાતિવાદ, દ્વેષપૂર્ણ ભાષણ, નફરતના ગુનાઓ અને ઇમિગ્રન્ટ્સ અને મુસ્લિમ લઘુમતીઓ સામેના ભેદભાવનો સામનો કરવા માટે તેના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા કહે છે. કેનેડાને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે જરૂરી પગલાં લેવા અને આબોહવા પરિવર્તનની નકારાત્મક અસરોનો સામનો કરવા માટેના આંતરરાષ્ટ્રીય પ્રયત્નોમાં યોગદાન આપવા વિનંતી કરવામાં આવે છે.

 

અપ્રવાસીઓ સાથે ભેદભાવના મુદ્દે બાંગ્લાદેશે ઘેર્યો

બાંગ્લાદેશી રાજદ્વારી અબ્દુલ્લા અલ ફરહાદે કહ્યું કે કેનેડાએ રંગભેદ, હેટ ક્રાઈમ અને અપ્રવાસી તથા મુસ્લિમ લઘુમતીઓ સાથે થતાં ભેદભાવને રોકવા માટે મજબૂત પગલાં લેવાની જરૂર છે. બાંગ્લાદેશે પણ કેનેડાને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની સલાહ આપી હતી અને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા કહ્યું હતું. શ્રીલંકાના રાજદૂત થિલિની જયસેકરાએ કેનેડાના અધિકારીઓને અપ્રવાસી શ્રમિકો અને તેમના પરિવારોને સુરક્ષિત રાખવા જણાવ્યું હતું.

આ  પણ   વાંચો -MYANMAR માં એરસ્ટ્રાઈક, 24 કલાકમાં 2000 નાગરિકો ભાગીને ભારતીય સરહદમાં ઘૂસ્યા…