+

અલ્લુ અર્જુને પુત્ર અયાનનો ક્યૂટ ફોટો શેર કર્યો, તેના જન્મદિવસ પર આ ખાસ સંદેશ લખ્યો

અલ્લુ અર્જુનનો પુત્ર અયાનનો આજે 8મો જન્મદિવસ છે. અભિનેતાએ તેના પુત્રના જન્મદિવસ પર એક સુંદર તસવીર શેર કરી અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તસવીરમાં અલ્લુ અર્જુનનો દીકરા સાથે ફૂલ મસ્તીના મૂડમાં છે. ફિલ્મ 'પુષ્પા'થી સેન્સેશન બનેલા અલ્લુ અર્જુનની આગામી ફિલ્મનો ક્રેઝ છે. અલ્લુ અર્જુન સોશિયલ મીડિયા પર વધારે  એક્ટિવ નથી. તે ખાસ પ્રસંગોએ જ તસવીરો શેર કરે છે. તેના માટે પરિવાર તેના મàª
અલ્લુ અર્જુનનો પુત્ર અયાનનો આજે 8મો જન્મદિવસ છે. અભિનેતાએ તેના પુત્રના જન્મદિવસ પર એક સુંદર તસવીર શેર કરી અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તસવીરમાં અલ્લુ અર્જુનનો દીકરા સાથે ફૂલ મસ્તીના મૂડમાં છે. 
ફિલ્મ ‘પુષ્પા’થી સેન્સેશન બનેલા અલ્લુ અર્જુનની આગામી ફિલ્મનો ક્રેઝ છે. અલ્લુ અર્જુન સોશિયલ મીડિયા પર વધારે  એક્ટિવ નથી. તે ખાસ પ્રસંગોએ જ તસવીરો શેર કરે છે. તેના માટે પરિવાર તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કામમાંથી સમય મળતાં જ તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. અલ્લુ અર્જુનને એક પુત્ર અને એક પુત્રી છે. તેમના પુત્ર અયાનનો 8મો જન્મદિવસ 3જી એપ્રિલે છે. અભિનેતાએ તેના પુત્રના જન્મદિવસ પર એક સુંદર તસવીર શેર કરી અને તેને 
જન્મદિવસની શુભેચ્છા આપી
તસવીરમાં અલ્લુ અર્જુનનો દીકરો ફૂલ મસ્તીના મૂડમાં છે. આ એક સેલ્ફી પિક્ચર છે. અલ્લુ અને અયાન બંનેએ સફેદ રંગના શર્ટ પહેર્યા છે. અયાને એક કેપ પહેરી છે જેના પર ‘વિંગ મેન’ લખેલું છે. બંને કેમેરા સામે હસતા પોઝ આપી રહ્યા છે. તસવીરની સાથે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું- ‘તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, મારા જીવનનો પ્રેમ. માય ડિયર અયાન આવનાર દિવસો તમારા માટે વધુ આનંદ, પ્રેમ અને હાસ્ય લઈને આવે.’ અલ્લુ અર્જુને માર્ચ 2011માં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. તેમના પુત્ર અયાનનો જન્મ 2014માં થયો હતો. બે વર્ષ બાદ 21 નવેમ્બરે તેમની પુત્રી આરાહાનો જન્મ થયો હતો. ગયા મહિને અલ્લુ અર્જુને તેની લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી.
‘પુષ્પા’ ના ભાગ 2
ની રાહવર્કફ્રન્ટની વાત કરીએ તો, ‘પુષ્પા’ પછી અલ્લુ અર્જુન હવે તેના પાર્ટ 2 પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મ ડિસેમ્બર 2022માં રિલીઝ થશે. આ ફિલ્મ પહેલા ભાગની વાર્તાને આગળ વધારશે. ‘પુષ્પા’નું નિર્દેશન સુકુમારે કર્યું છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદન્ના લીડ રોલમાં છે.
Whatsapp share
facebook twitter