+

Realme એ 108MP કેમેરા વાળો સૌથી સસ્તો ફોન કર્યો લોન્ચ,જાણો કિંમત

Realmeએ તાજેતરમાં ભારતમાં Realme C67 5G લોન્ચ કર્યું છે. આ ફોન 6nm આર્કિટેક્ચર પર બનેલ MediaTek Dimensity 6100+ પ્રોસેસર સાથે આવે છે. તેમાં 5000mAh બેટરી અને 33W ચાર્જિંગ છે. હવે…

Realmeએ તાજેતરમાં ભારતમાં Realme C67 5G લોન્ચ કર્યું છે. આ ફોન 6nm આર્કિટેક્ચર પર બનેલ MediaTek Dimensity 6100+ પ્રોસેસર સાથે આવે છે. તેમાં 5000mAh બેટરી અને 33W ચાર્જિંગ છે. હવે કંપનીએ તેનું 4G વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. જોકે, તેને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું નથી.

Realmeનો આ ફોન Qualcomm Snapdragon 685 પ્રોસેસર સાથે આવે છે. આ સિવાય અન્ય ફીચર્સ 5G વેરિયન્ટ જેવા જ છે. કંપનીએ એ વાતની પુષ્ટિ કરી નથી કે આ ફોન ભારતમાં કયારે લોન્ચ થશે ચાલો જાણીએ ..

Realme C67 કિંમત
કંપનીએ તેને 8GB રેમ + 128GB સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. ઈન્ડોનેશિયામાં આ ફોનની કિંમત IDR 2,599,000 (અંદાજે 13,900 રૂપિયા) છે. જ્યારે 8GB RAM + 256GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત IDR 2,999,000 (અંદાજે 16,100 રૂપિયા) છે. આ ફોન બે રંગોમાં ઉપલબ્દ છે બ્લેક રોક અને સની ઓસિસ.

 

Realme C67 4Gમાં 6.72-ઇંચની ફુલ-HD+ IPS LCD પેનલ છે. સ્ક્રીન 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. ફોનમાં મિની કેપ્સ્યુલ 2.0 ફીચર્સ ઉપલબ્ધ છે, જેના પર નોટિફિકેશન અને સિસ્ટમ સ્ટેટસ એલર્ટ ઉપલબ્ધ હશે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 685 પ્રોસેસર સાથે આવે છે.

 

તેમાં 8GB રેમ અને 256GB સુધીનો સ્ટોરેજ વિકલ્પ છે. માઇક્રો SD કાર્ડની મદદથી સ્ટોરેજને 2TB સુધી વધારી શકાય છે. ફોન Android 14 પર આધારિત Realme UI પર કામ કરે છે. સ્માર્ટફોનમાં 108MP મુખ્ય લેન્સ સાથે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે.સેકન્ડરી લેન્સ 2MPનો છે. આ સિવાય કંપનીએ ફ્રન્ટમાં 8MP સેલ્ફી કેમેરો આપ્યો છે. ઉપકરણને પાવર કરવા માટે, 5000mAh બેટરી અને 33W ફાસ્ટ ચાર્જિંગ ઉપલબ્ધ છે. સુરક્ષા માટે, તેમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે..

આ પણ વાંચો-ELISTA એ લોન્ચ કરી APPLE WATCH જેવી દેખાતી લેટેસ્ટ સ્માર્ટ વૉચ! જાણો તેની કિંમત અને અદ્ભુત ફીચર્સ

 

Whatsapp share
facebook twitter