+

Swagat : CM ભૂપેન્દ્ર પટેલે ‘સ્વાગત’ કાર્યક્રમમાં 1495 રજૂઆતોનું નિરાકરણ લાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ‘સ્વાગત’ (Swagat) કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા સ્તરે આવતી પ્રજાજનો-નાગરિકોની રજૂઆતોનું સ્થાનિક સ્તરે જ નિવારણ લાવવાનો પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા જિલ્લા અને તાલુકા તંત્ર વાહકોને સૂચન…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ‘સ્વાગત’ (Swagat) કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા સ્તરે આવતી પ્રજાજનો-નાગરિકોની રજૂઆતોનું સ્થાનિક સ્તરે જ નિવારણ લાવવાનો પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા જિલ્લા અને તાલુકા તંત્ર વાહકોને સૂચન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, જિલ્લા-તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમમાં લાંબા સમય સુધી લોકોની રજૂઆતોનો ઉકેલ ન આવે અને તેમને તે માટે રાજ્ય ‘સ્વાગત’ સુધી આવવું પડે છે તેવી પરિસ્થિતિ નિવારવી જરૂરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગાંધીનગરમાં જુલાઈ-2024 ના રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન કાર્યક્રમમાં મળેલી રજૂઆતો-પ્રશ્નોનાં નિવારણ માટે જિલ્લા તંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપતાં આ સૂચનો કર્યા હતા. તાલુકા મામલતદારોની તાલુકા ‘સ્વાગત’ ની કામગીરીની સમીક્ષા પણ મુખ્યમંત્રીએ હાથ ધરી હતી. જુલાઈ-2024 ના આ ‘સ્વાગત’ (Swagat) કાર્યક્રમમાં રાજ્ય, જિલ્લા અને તાલુકા ‘સ્વાગત’ માં કુલ મળીને 2538 રજૂઆતો આવી હતી, જેમાંથી 59 ટકા એટલે કે 1459 રજૂઆતોનું નિરાકરણ લાવી દેવાયું છે. ગુરૂવારે રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમમાં મહેસૂલ, પંચાયત, શહેરી વિકાસ, પોલીસ અને માર્ગ મકાન વિભાગને સ્પર્શતી રજૂઆતો આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રજૂઆતકર્તાઓ પાસેથી તેમની રજૂઆતો વિગતવાર સમજીને તેના ત્વરિત નિવારણ માટે તેમણે સંબંધિત વિભાગોનાં સચિવો અને સંબંધિત જિલ્લા-શહેરી તંત્રવાહકોને દિશાનિર્દેશ આપ્યા હતા. સંબંધિત રજૂઆતકર્તાઓએ પણ આ અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ ‘સ્વાગત’ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી (Pankaj Joshi), સચિવ અવંતિકા સિંઘ ખાસ ફરજ પરનાં અધિકારી ધીરજ પારેખ અને સંબંધિત વિભાગોનાં વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

 

આ પણ વાંચો – Ahmedabad : મિનિટોનાં વરસાદમાં ઠેર-ઠેર પાણી જ પાણી, AMC ની કામગીરીની પોલ ખોલતું ચોમાસું!

આ પણ વાંચો – Gujarat-‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪’

આ પણ વાંચો – Ahmedabad : સિવિલ હોસ્પિ.માં 3D લેપ્રોસ્કોપી સિસ્ટમની સુવિધા, ઓપન સર્જરીનો દર ઘટવાની સંભાવના!

Whatsapp share
facebook twitter