+

World Cup 2023 : આજથી વર્લ્ડ કપનો પ્રારંભ,ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ

ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2019ના વર્લ્ડ કપની ફાઇનલ વિશે વાત કર્યા વિના 2023ના વર્લ્ડ કપનો શુભારંભ કરવો ઇમ્પોસિબલ છે.જ્યાંથી વર્લ્ડ કપની ગઈ સીઝન સમાપ્ત થઈ, ત્યાંથી જ આ વખતની સીઝન…

ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2019ના વર્લ્ડ કપની ફાઇનલ વિશે વાત કર્યા વિના 2023ના વર્લ્ડ કપનો શુભારંભ કરવો ઇમ્પોસિબલ છે.જ્યાંથી વર્લ્ડ કપની ગઈ સીઝન સમાપ્ત થઈ, ત્યાંથી જ આ વખતની સીઝન શરૂ થશે. મેચમાં ટાઈ પડવી, પછી સુપર ઓવરમાં પણ ટાઈ પડવી અને પછી બાઉન્ડરી કાઉન્ટના આધારે વિનરનો નિર્ણય થવો. એક વાત ચોક્કસ છે કે,આજની મેચ એ મુકાબલા જેટલી રોમાંચક નહીં બની રહે પરંતુ ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ અને રનરઅપ્સથી ટૂર્નામેન્ટ શરૂ થાય, એનાથી પ્રોપર બીજું કઇ ન હોય શકે.

જ્યાં ઘણા ક્રિકેટિંગ પંડિતોનું માનવું છે કે, આ વનડે વર્લ્ડ કપની છેલ્લી આવૃત્તિ છે, ત્યાં આ વર્લ્ડ કપની સફળતા એ વાત પર નિર્ભર રહેશે કે, લાઈવ ઉપરાંત સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા સિવાયની મેચોને કેવો પ્રતિસાદ મળે છે. એવું કહેવું જરાય અતિશયોક્તિ નથી કે, ટીમ ઇન્ડિયા ના રમી રહી હોય, તેવી મેચોમાં મોટાભાગના લોકોની ફેવરિટ ગેમ એ 2019ના વર્લ્ડ કપની ફાઇનલ હતી. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ બંનેમાંથી કોઈને સપોર્ટ ન કરી રહ્યા હોય, તેવા ન્યુટ્ર્લ ફેન્સને પણ એ મેચમાં મજ્જો પડ્યો હતો અને હવે 2023ના વર્લ્ડ કપનો મૂડ સેટ કરવાની અને માહોલ બનાવવાની જવાબદારી ફરી એકવાર આ બંને ટીમો પર છે.

 

 

એક તરફ ઇંગ્લેન્ડની ટીમ છે જે પોતાના અલ્ટ્રા-અગ્રેસિવ એપ્રોચ માટે જાણીતી છે, તો બીજી તરફ કિવિઝની ટીમ છે જે મોટી ટૂર્નામેન્ટમાં અંડર ડોગ્સ તરીકે આવે છે અને પછી પોતાની છાપ છોડવામાં સફળ રહી જાય છે. એક તરફ જોસ બટલરના રૂપમાં ફાયર બ્રાન્ડ રમનાર કેપ્ટન છે, તો બીજી તરફ કેન વિલિયમ્સન (જે આ મેચમાં નહીં રમે) અને ન્યૂઝીલેન્ડની ટીમ છે, જે બરફ જેટલી ઠંડી છે અને કોઈપણ પરિસ્થિતિમાં પેનિક કર્યા વગર રમતા જાણે છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બંને ટીમ ટકરાશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 2 વાગે શરૂ થશે.

 

 

પચ રિપોર્ટ

વર્લ્ડ કપની મોટાભાગની પ્રેક્ટિસ મેચોમાં મેઘરાજા વિલન બનીને વરસ્યા હતા. જો કે, સારા સમાચાર એ છે કે, આપણા અમદાવાદમાં તેઓ વિઘ્ન નહીં બને. અમદાવાદમાં કુલ 11 વિકેટ્સ છે. જો કે, આ મેચ માટે જે પિચ નક્કી કરવામાં આવી છે, તેમાં રેડ અને બ્લેક સોઇલ બંનેનું મિક્સ્ચર છે. કોનું પ્રમાણ વધારે છે તેના આધારે બંને ટીમ નક્કી કરશે કે પ્લેઈંગ-11માં ત્રણ સ્પિનર્સ હોવા જોઈએ કે ચાર ફાસ્ટ બોલર્સ. મોટેરામાં અંડર લાઇટ્સ ફાસ્ટ બોલર્સને સારી મદદ મળે છે. આજની મેચ એ જ પિચ પર રમાશે, જ્યાં IPL ફાઇનલ રમાઈ હતી અને 35 ઓવરમાં 385 રન નોંધાયા હતા. તેવામાં વર્લ્ડ કપ ઓપનરમાં 325થી વધુનો સ્કોર જોવા મળે તો નવાઈ નહીં.

 

બંને ટીમ માટે ઇજા છે ચિંતાનો વિષય

જ્યાં બ્લેક કેપ્સનો કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન કેન વિલિયમ્સન આ ટૂર્નામેન્ટ ઓપનરમાં નહીં રમે.તો ફાસ્ટ બોલર ટિમ સાઉથી પણ સિલેક્શન માટે ઉપલબ્ધ નથી. બીજી તરફ, ઇંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પણ ઈજાગ્રસ્ત છે અને હિપ ઇન્જરીમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. કપ્તાન જોસ બટલરે મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું કે,જો સ્ટોક્સ સંપૂર્ણ ફિટ નહીં હોય તો અમે તેને પહેલી જ મેચમાં રમાડવાનું રિસ્ક નહીં લઈએ.

આ પણ  વાંચો-

 

Whatsapp share
facebook twitter