+

World Cup 2023: અમદાવાદમાં વર્લ્ડ કપની પ્રથમ મેચ,સવારે 11 થી રાત્રે 12 સુધી આ રસ્તાઓ રહેશે બંધ

આજથી ક્રિકેટના વર્લ્ડ કપની શાનદાર શરૂઆત. અમદાવાદમાં આવેલાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થશે વિશ્વ કપનો શુભારંભ.ક્રિકેટ મેચને કારણે ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ શકે છે. જેથી…

આજથી ક્રિકેટના વર્લ્ડ કપની શાનદાર શરૂઆત. અમદાવાદમાં આવેલાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થશે વિશ્વ કપનો શુભારંભ.ક્રિકેટ મેચને કારણે ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ શકે છે. જેથી વન-ડે વર્લ્ડ કપ માટે લોકોને સમસ્યા ના થાય તેના માટે ટ્રાફિક પોલીસનું વિશેષ આયોજન.સવારે 11થી રાત્રિના 12 વાગ્યા સુધી વાહન વ્યવહાર બંધ રહેશે.ટ્રાફિકની સમસ્યા ના થાય તેના માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઈ છે.

 

ક્રિકેટ વર્લ્ડ કપની કુલ પાંચ મેચ 5 અને 14 ઓક્ટોબર સિવાય 4, 10 અને 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.. જેને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં કયા માર્ગ બંધ રહેશે અને કયા વૈકલ્પિક રૂટનો લોકો ઉપયોગ કરી શકે તેનો ઉલ્લેખ કરાયો છે.

ટ્રાફિક નિયમન માટે 1200 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરાયા

જાહેરનામા અનુસાર જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મેઈન ગેટથી કૃપા રેસિડેન્સી ટી થઈ મોટેરા સુધીનો માર્ગ સવારે 11થી રાત્રે 12 વાગ્યા સુધી બંધ રહેશે. વર્લ્ડ કપની મેચ નિહાળવા મોટા પ્રમાણમાં ક્રિકેટચાહકો ઉમટશે એવામાં ટ્રાફિક નિયમન એ સૌથી મોટો પડકાર હોય છે. જેને લઈ ટ્રાફિક વિભાગે પણ આયોજન કર્યું છે. ટ્રાફિક નિયમન માટે 1200 થી વધુ પોલીસકર્મી કાર્યરત રહેશે. પ્રેક્ષકો માટે 15 જેટલા પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરાઈ છે. જેમાંથી ચાર ટુ-વ્હીલર અને બાકીના પાર્કિંગ પ્લોટ ફોરવ્હીલર વાહનો માટે રહેશે.

 

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત ડાયવર્ઝન  માર્ગ

જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો જતો-આવતો માર્ગ.

વૈકલ્પિક માર્ગની વિગત

૧. તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.
૨. કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

અમદાવાદ શહેરમાં ‘નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ” મોટેરા, સાબરમતી ખાતે ICC CRICKET WORLD CUP – 2023 ની કૂલ પ-મેચો રમાનાર હોય જે મેચો દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે.

આ વિશે અમદાવાદ શહેરના વેસ્ટ વિભાગના ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું કે, મેચમાં ગાડીઓના પાર્કિંગ માટે 15 પાર્કિંગ પ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી 4 પ્લોટ ટુ વ્હીલર અને 11 પ્લોટ ફોર વ્હીલર માટે ઉપલબ્ધ છે. ખાનગી વાહનો ઉપરાંત amts, brts અને મેટ્રો ટ્રેનની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે. તમામ સેવાઓની નિયત ફ્રીક્વન્સી કરતા વધુ ફ્રિક્વન્સી રાખવામાં આવી છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે 1 ટ્રાફિક jcp , 3 dcp , 4 acp , 9 pi અને 17 psi મળી કુલ 1243 જવાનો ફક્ત ટ્રાફિક વિભાગના રહેશે. નિયત પાર્કિંગ પ્લોટમાં જ પાર્કિંગ કરવા પોલીસની નાગરિકોને સૂચના છે. અન્યથા વાહનો ટોઇંગ કરી લેવામાં આવશે.

આ પણ  વાંચો-WORLD CUP 2023 : આજથી વર્લ્ડ કપનો પ્રારંભ,ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ

 

Whatsapp share
facebook twitter