Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

T20 World Cup: ટીમ ઈન્ડિયાની જર્સી સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

03:20 PM May 06, 2024 | Hiren Dave

T20 World Cup : ભારતીય ટીમ 5 જૂનથી તેના T20 વર્લ્ડ કપ (T20 World Cup) અભિયાનની શરૂઆત કરશે. જો કે,આ માટે હજુ 4 અઠવાડિયા બાકી છે પરંતુ બોર્ડ તમામ પ્રકારની તૈયારીઓમાં વ્યસ્ત છે. BCCIએ હાલમાં જ કેટલાક અધિકારીઓને તૈયારીઓની સમીક્ષા કરવા માટે અમેરિકાના પ્રવાસે મોકલ્યા હતા. આ મુલાકાતનો હેતુ ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ અને રહેઠાણ જેવી અન્ય જરૂરી સુવિધાઓ વિશે જાણવાનો હતો. હવે વર્લ્ડ કપ દરમિયાન પહેરવામાં આવેલી જર્સીની (India’s Leaked Jersey) તસવીર સામે આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ટીમ કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma) ના નેતૃત્વમાં આ જર્સીમાં રમશે.

 

ભારતીય ટીમની  જર્સીમાં  સ્લીવ્સનો રંગ કેસરી

સોશિયલ મીડિયા પર વાયરલ (social media Viral) થયેલી V આકારની ગરદનવાળી આ જર્સીમાં ભારતીય ધ્વજ એટલે કે તિરંગાની પટ્ટી છે. તેની સ્લીવ્સનો રંગ કેસરી છે જેના પર સફેદ પટ્ટીઓ છે. જર્સીની આગળની બાજુની વાત કરીએ તો તેનો રંગ વાદળી છે અને તેના પર એડિડાસ અને બીસીસીઆઈના લોગો બનાવવામાં આવ્યા છે. ઘણા ફેન્સે તેની તસવીર શેર કરી છે અને દાવો કર્યો છે કે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત થનારા વર્લ્ડ કપ માટે આ ભારતની સત્તાવાર જર્સી હશે.

ફેન્સે આ રીતે પ્રતિક્રિયા આપી

ટીમ ઈન્ડિયાની વાયરલ થયેલી જર્સી પર ઘણા ફેન્સે પ્રતિક્રિયા આપી છે. પ્રશંસકોની પ્રતિક્રિયા દર્શાવે છે કે તેમને આ જર્સી બહુ પસંદ નથી આવી. ઘણા લોકોએ તેની ડિઝાઇનની ટીકા કરી છે. કેટલાક ફેન્સે એવો પણ દાવો કર્યો હતો કે આ ટીમ ઈન્ડિયાની સત્તાવાર જર્સી નથી પરંતુ પ્રેક્ટિસ કીટ છે.જોકે, BCCIએ ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પરંતુ ટીમ ઈન્ડિયાની જર્સી હજુ લોન્ચ થવાની બાકી છે. એડિડાસ ભારતીય ટીમની સત્તાવાર કીટ સ્પોન્સર છે પરંતુ બોર્ડ અને કંપની દ્વારા જર્સી અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

 

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, વિરાટ સિંહ. મોહમ્મદ સિરાજ.

 

આ પણ  વાંચો  – T20 World Cup : T20 વર્લ્ડ કપમાં થશે આતંકી હુમલો! પાકિસ્તાનથી મળી ધમકી

આ પણ  વાંચો  – LSG VS KKR : કોલકાતાનો વિજયરથ અવિરત, 98 રનના ભવ્ય વિજય સાથે બન્યા ટેબલ ટોપર

આ પણ  વાંચો  –  Heinrich Klaasen ભીડ વચ્ચે થયો લાલઘૂમ, સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ