+

T20 World Cup :T20 વર્લ્ડ કપમાં પહેલીવાર આ ટીમોનો સમાવેશ, જાણો કઈ કઈ

T20 World Cup 2024 :IPL 2024 સમાપ્ત થઈ ગયું છે. હવે તમામ ચાહકોની નજર T20 વર્લ્ડ કપ તરફ છે. ચાહકો આગામી T20 વર્લ્ડ કપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ…

T20 World Cup 2024 :IPL 2024 સમાપ્ત થઈ ગયું છે. હવે તમામ ચાહકોની નજર T20 વર્લ્ડ કપ તરફ છે. ચાહકો આગામી T20 વર્લ્ડ કપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. આ પહેલીવાર છે જ્યારે T20 વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં આટલી બધી ટીમો ભાગ લઈ રહી છે. 20માંથી 3 ટીમો એવી છે જે પહેલીવાર T20 વર્લ્ડ કપમાં રમશે. આમાંથી બે ટીમો ભારતીય ટીમના ગ્રૂપમાં સમાવેશ  કરવામાં આવી  છે.

 

યુગાન્ડાની ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ રમશે

યુગાન્ડા(UGANDA)ની ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ છે. ટીમે રવાંડાને 9 વિકેટે હરાવ્યું અને યુગાન્ડાએ T20 વર્લ્ડ કપ આફ્રિકા ક્વોલિફાયરમાં ટોપ-2 સ્થાન મેળવ્યું. આ કારણે યુગાન્ડા ટી20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં સફળ રહ્યું છે. યુગાન્ડાની ટીમ આગામી T20 વર્લ્ડ કપ માટે ગ્રુપ-Cમાં હાજર છે. ટીમ પોતાની પ્રથમ મેચ 3 જૂને અફઘાનિસ્તાન સામે રમવાની છે.

 

અમેરિકાએ  બર્મુડાને હરાવી ક્વોલિફાય થયું

કેનેડા(CANADA)ની ટીમ પણ પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમતી જોવા મળશે. કેનેડાએ અમેરિકા રિજન ક્વોલિફાયરની છેલ્લી મેચમાં બર્મુડાને 39 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાય કર્યું છે. બીજી તરફ અમેરિકાની ટીમ યજમાન બનીને T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. અમેરિકન ટીમ પણ પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમતી જોવા મળશે.

 

 

બંને ટીમો ભારતના ગ્રુપમાં સામેલ

કેનેડા અને અમેરિકા બંને ટીમો ભારતના ગ્રુપમાં સામેલ છે. ગ્રુપ-Aમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, કેનેડા, અમેરિકા અને આયર્લેન્ડની ટીમો હાજર છે. અમેરિકાની ટીમ 12 જૂને ભારત સામે રમશે. કેનેડાની ટીમ 15 જૂને ભારતીય ટીમ સામે ટકરાશે. T20 વર્લ્ડ કપ 2024 માટે કેનેડિયન ટીમના કેપ્ટન સાદ બિન ઝફર છે અને યુએસના કેપ્ટન મોનાંક પટેલ છે.

 

T20 વર્લ્ડ કપ 2024ના ત્રણ નવી  ટીમો

ગ્રુપ- A ભારત પાકિસ્તાન આયર્લેન્ડ  કેનેડા યુએસએ
ગ્રુપ -B ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા નામિબિયા સ્કોટલેન્ડ ઓમાન
ગ્રુપ- C ન્યુઝીલેન્ડ વેસ્ટ ઈન્ડિઝ અફઘાનિસ્તાન યુગાન્ડા પાપુઆ ન્યુ ગીની
ગ્રુપ -D દક્ષિણ આફ્રિકા શ્રીલંકા બાંગ્લાદેશ નેધરલેન્ડ નેપાળ

 

આ  પણ  વાંચો HARDIK PANDYA – NATASA STANKOVIC : છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે હાર્દિક અને નતાશા વિદેશ પ્રવાસે?

આ  પણ  વાંચો TEAM INDIA ના હેડ કોચ માટે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ધોનીના નામની અરજીઓ આવી…

આ  પણ  વાંચો – T20 WC 2024: ટીમ ઈન્ડિયા આ દિવસે રમશે વોર્મ-અપ મેચ,જાણો કોની સાથે ટક્કર

Whatsapp share
facebook twitter