+

T20 World Cup 2024 : દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત 13 વર્ષ પછી ફરી બન્યું ‘વિશ્વ વિજેતા’

T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024(T20 World Cup 2024)ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું છે. ભારત હવે T20 ક્રિકેટનું નવું ચેમ્પિયન બની ગયું છે. ભારતીય…

T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024(T20 World Cup 2024)ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું છે. ભારત હવે T20 ક્રિકેટનું નવું ચેમ્પિયન બની ગયું છે. ભારતીય ટીમે 17 વર્ષ બાદ T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. 177 રનનો પીછો કરતી વખતે દક્ષિણ આફ્રિકાએ એક સમયે 15 ઓવરમાં 4 વિકેટે 147 રન બનાવ્યા હતા. અહીંથી તેમનો વિજય નિશ્ચિત જણાતો હતો, પરંતુ ભારતીય બોલરોએ તેમના જડબામાંથી જીત છીનવી લીધી હતી. પ્રથમ વખત રોહિત અને વિરાટે સાથે રમતા વર્લ્ડકપ જીત્યો છે.

 

ભારતે રનનો પહાડ ઊભો કર્યો પણ સાઉથ આફ્રિકાએ પણ કરી સારી બેટિંગ

વિરાટ કોહલી અને અક્ષર પટેલની ધુંઆધાર બેટિંગના કારણે ભારતે સાઉથ આફ્રિકા સામે વિરાટ સ્કોર ઊભો કર્યો હતો. સાત વિકેટ ગુમાવી ટીમ ઈન્ડિયાએ 176 રન બનાવ્યા હતા. જોકે દક્ષિણ આફ્રિકાએ પણ જોરદાર બેટિંગ કરતાં મેચમાં રસાકસી જામી હતી.

બોલિંગમાં ભારતની સારી શરૂઆત થઈ હતી

વિકેટો ગુમાવવા છતાં ભારતે 176 રનનો મોટો સ્કોર ઊભો કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ સ્કોરનો પીછો કરવા મેદાનમાં ઉતરી ત્યારે બીજી જ ઓવરમાં બુમરાહે વિકેટ ખેરવી હતી. બુમરાહ બાદ અર્શદીપ સિંહે પણ વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાનો કેપ્ટન એડેન માર્કરમ માત્ર ચાર રન બનાવીને પવેલિયનભેગો થયો. ફાઇનલ મેચમાં ધુંઆધાર બેટિંગ કરનાર અક્ષર પટેલે બોલિંગમાં પણ સારી શરૂઆત કરી છે. અક્ષરની બોલ પર ટ્રસ્ટન સ્ટબ્સ 31 રન બનાવીને બોલ્ડ થયો હતો. જોકે બાદમાં અક્ષર પટેલની જ ઓવરમાં ક્લાસેને તાબડતોબ રન ફટકાર્યા હતા.

 

ડિકૉકે પણ કરી સારી બેટિંગ

દક્ષિણ આફ્રિકાની શરૂઆતમાં બે વિકેટ પડ્યા હતા ક્વિન્ટન ડિકૉકે ઈનિંગ સંભાળી હતી. ડિકૉકે ઘણી બાઉન્ડ્રી પણ ફટકારી જેના કારણે મેચમાં રસાકસી જામી હતી. જોકે અર્શદીપ સિંહને ડિકૉકની વિકેટ લેવામાં સફળતા મળતા ભારતનું પ્રેશર થોડું ઓછું થયું હતું. ક્વિન્ટન ડિકૉક 31 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો.

 

ક્લાસેને લગાવી ક્લાસ

બોલિંગમાં ભારતની શરૂઆત ખૂબ જ સારી થઈ હતી. દક્ષિણ આફ્રિકાની એક બાદ એક બે વિકેટો ખેરવી લીધી હતી. પરંતુ પહેલા ક્વિન્ટન ડિકૉક અને પછી ક્લાસેને ખૂબ જ શાનદાર બેટિંગ કરતાં ભારતીય બોલર્સનો પરસેવો છોડાવી દીધો હતો. ક્લાસેને અક્ષર પટેલની એક જ ઓવરમાં 24 રન ફટકારતાં આખી મેચ પલટી નાંખી હતી. જોકે બાદમાં હાર્દિક પંડ્યાને ક્લાસેનની વિકેટ લેવામાં સફળતા મળી હતી. ક્લાસેન 27 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો.

 

એક સમયે લાગ્યું કે ભારતના હાથમાંથી મેચ ગઈ, બુમરાહ અને હાર્દિકની શાનદાર બોલિંગ
નોંધનીય છે કે ક્લાસેન જ્યારે એક બાદ એક સિક્સર ફટકારી રહ્યો હતો ત્યારે એક સમયે લાગી રહ્યું હતું કે મેચ હવે ભારતના હાથમાંથી જતી રહી છે. એક સમય એવો હતો જ્યારે દક્ષિણ આફ્રિકાને 30 બોલમાં માત્ર 30 જ રનની જરૂર હતી. પરંતુ બાદમાં હાર્દિક પંડ્યાએ ક્લાસેન જ્યારે બુમરાહે માર્કૉ યાનસેનની વિકેટ ખેરવી હતી. જે બાદ જીત તરફ આગળ વધી રહેલ દક્ષિણ આફ્રિકા પર પ્રેશર વધી ગયું હતું.

 

બંને ટીમોની પ્લેઈંગ 11 

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ

દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), રિજા હેન્ડ્રિક્સ, એડેન માર્કરામ (કેપ્ટન), ટ્રસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, માર્કો યાનસેન, કેશવ મહારાજ, કગિસો રબાડા, એનરિક નોર્ટજે, તબરેજ શમ્સી

 

આ પણ  વાંચો  T20 WORLD CUP: કોને મળશે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ? જાણો

આ પણ  વાંચો  – IND VS SA: રોહિત-વિરાટે રચ્યો ઈતિહાસ,T20I ક્રિકેટમાં કર્યું આ મોટું કારનામું

આ પણ  વાંચો  – MS DHONI ને મેદાનમાં મળનાર યુવકે GUJARAT FIRST સાથે કરી ખાસ વાતચીત

Whatsapp share
facebook twitter