+

PBKS vs GT : તેવટિયાએ બતાવ્યા તેવર, ગુજરાતને ચોથી જીત અપાવી

PBKS vs GT : આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં ગુજરાતે પંજાબ (PBKS vs GT)સામે શાનદાર વિજય મેળવ્યો છે. ગુજરાત ટાઈટન્સે પંજાબ કિંગ્સને 5 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં…

PBKS vs GT : આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં ગુજરાતે પંજાબ (PBKS vs GT)સામે શાનદાર વિજય મેળવ્યો છે. ગુજરાત ટાઈટન્સે પંજાબ કિંગ્સને 5 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં પંજાબની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબની ટીમે 143 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જવાબમાં ગુજરાતની ટીમે 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

 

રાહુલ તેવટિયાએ મહત્વપૂર્ણ બેટિંગ કરી

ગુજરાત તરફથી શુભમન ગિલે 35 રન ફટકાર્યા હતા. તો સાંઈ સુદર્શને 31 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે સાહા 13 રને આઉટ થયો હતો. ડેવિડ મિલર 4 રને સસ્તામાં આઉટ થઈ ગયો હતો. જે બાદ ગુજરાતની ટીમની મુશ્કેલી વધી ગઈ હતી. પરંતુ રાહુલ તેવટિયાએ મહત્વપૂર્ણ બેટિંગ કરી હતી. રાહુલે 18 બોલમાં 36 રન ફટકારી ગુજરાતને જીતાડી દીધું હતું.

 

હર્ષલ પટેલે 19મી ઓવરમાં 2 વિકેટ ઝડપી

14મી ઓવર સુધી ગુજરાતની ટીમ 3 વિકેટના નુકસાને 91 રન સાથે રમતી હતી. આગામી 2 ઓવરમાં મેચ બદલાવાની હતી. પ્રથમ સાઈ સુદર્શનને સેમ કરન દ્વારા ક્લીન બોલ્ડ કરવામાં આવ્યો હતો, જેણે 34 બોલમાં 31 રન બનાવ્યા હતા. બીજી જ ઓવરમાં અઝમતુલ્લા ઉમરઝાઈએ ​​પણ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેણે 10 બોલમાં 13 રન બનાવ્યા હતા. મેચ એવા તબક્કે પહોંચી ગઈ હતી કે ગુજરાતને છેલ્લી 3 ઓવરમાં 25 રનની જરૂર હતી, પરંતુ પિચની સ્થિતિને જોતા તેમને સ્કોર બનાવવો સરળ ન હતો. આ દરમિયાન કાગિસો રબાડાએ ઇનિંગ્સની 18મી ઓવરમાં 20 રન આપ્યા અને અહીંથી મેચ એકતરફી બની ગઈ. ગુજરાતને જીતવા માટે છેલ્લા 12 બોલમાં માત્ર 5 રનની જરૂર હતી. હર્ષલ પટેલે 19મી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી

રવિ સાંઈ કિશોરે સૌથી વધુ 4 વિકેટ ઝડપી

પ્રથમ રમત રમીને પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 143 રનનો ટાર્ગેટ આપ્યો છે. સેમ કુરન અને પ્રભસિમરન સિંહે પંજાબને તોફાની શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 5.3 ઓવરમાં 52 રન જોડ્યા હતા. જો કે, આ પછી નિયમિત અંતરે વિકેટો પડતી રહી અને માત્ર 99ના સ્કોર પર સાત બેટ્સમેન આઉટ થઈ ગયા. આ પછી હરપ્રીત બ્રારે માત્ર 12 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 29 રન બનાવ્યા અને સ્કોરને 140ની પાર પહોંચાડી દીધો. ગુજરાત તરફથી રવિ સાંઈ કિશોરે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

 

પોઈન્ટ ટેબલ મોટો ફેરફાર

points table

 

બંને ટીમો વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડ

  • કુલ મેચો: 5
  • ગુજરાત જીત્યું: 3
  • પંજાબ જીત્યું: 2

પંજાબ કિંગ્સ

રિલે રોશો, પ્રભસિમરન સિંહ, સેમ કુરન (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ અને કાગિસો રબાડા.

ગુજરાત ટાઇટન્સ

શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાઈ કિશોર, મોહિત શર્મા, નૂર અહેમદ અને સંદીપ વૉરિયર.

આ પણ  વાંચો – KKR vs RCB : રોમાંચક મેચમાં KKRએ RCBને એક રનથી હરાવ્યું

આ પણ  વાંચો – દિલ્હીને હરાવી હૈદરાબાદની ટીમે CSK અને KKR ને આપ્યો ઝટકો, Points Table માં મોટો ફેરફાર

Whatsapp share
facebook twitter