+

World Cup 2023 :ભારતની સેમીફાઈનલમાં ટિકિટ કન્ફર્મ! ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વર્લ્ડકપની રેસમાંથી બહાર

  ભારતીય ટીમે વર્લ્ડકપ 2023ની છઠ્ઠી મેચમાં ઈંગ્લેન્ડને 100 રનથી હરાવીને સેમિફાઈનલની ટિકિટ લગભગ કન્ફર્મ કરી લીધી છે. અહીંથી, બાકીની ત્રણ મેચમાં એક જીત પણ ભારતીય ટીમ અંતિમ-4ની ટિકિટ સત્તાવાર…

 

ભારતીય ટીમે વર્લ્ડકપ 2023ની છઠ્ઠી મેચમાં ઈંગ્લેન્ડને 100 રનથી હરાવીને સેમિફાઈનલની ટિકિટ લગભગ કન્ફર્મ કરી લીધી છે. અહીંથી, બાકીની ત્રણ મેચમાં એક જીત પણ ભારતીય ટીમ અંતિમ-4ની ટિકિટ સત્તાવાર રીતે કન્ફર્મ કરશે. ભારત એકમાત્ર એવી ટીમ છે જે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં અજેય રહી છે. આ જીત સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પણ ટોપ પર આવી ગઈ છે. ભારતીય ટીમ હવે 2 નવેમ્બરે શ્રીલંકા, 5 નવેમ્બરે સાઉથ આફ્રિકા અને 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે ટકરાશે.

 

સેમી ફાઈનલના સમીકરણો શું છે?

6 મેચ બાદ ભારતીય ટીમ 12 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે સાઉથ આફ્રિકા ફરી બીજા સ્થાને સરકી ગયું છે. ન્યુઝીલેન્ડની ટીમ છમાંથી ચાર જીતીને બે હાર્યા બાદ 8 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ એટલી જ મેચ જીતીને 8 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. શ્રીલંકાના 5 મેચમાં 4 પોઈન્ટ અને અફઘાનિસ્તાનના પણ 5 મેચમાં 4 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં આ બંને ટીમો હજુ પણ સ્પર્ધામાં જોવા મળી રહી છે. પરંતુ પાકિસ્તાન, નેધરલેન્ડ હજુ પણ 5-5 મેચ જીતીને રેસમાં છે અને ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની હાર માટે ઈચ્છી રહ્યા છે.

 

 

ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ બહાર

જો આપણે આ સમીકરણ પર નજર કરીએ તો ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશની ટીમો બાકીની બધી મેચો જીતી જાય તો પણ તેઓ 4-4 જીત એટલે કે 8-8 પોઈન્ટ સુધી પહોંચશે. પરંતુ બાકીની ટીમો ઓછામાં ઓછી 5-5 અથવા 6-6 મેચ જીતવાની નજીક છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ હવે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયા છે. જો 12 પોઈન્ટના આંકડા પર નજર કરીએ તો પાકિસ્તાન અને નેધરલેન્ડની પણ સેમીફાઈનલમાં પહોંચવાની શક્યતા લગભગ ખતમ થઈ ગઈ છે. મતલબ કે અત્યારે માત્ર ભારત, સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને શ્રીલંકા જ સેમીફાઈનલની રેસમાં છે.

 

આ  પણ  વાંચો –શમી-બુમરાહની ધાકડ બોલીંગ સામે ઈંગ્લેન્ડ ઘૂંટણીયે, ભારતની 100 રને શાનદાર જીત

 

Whatsapp share
facebook twitter