+

Sabarkantha : રાજપુર ગામે ધોધમાર વરસાદ, દિવાલ પડતાં માતા-પુત્રનું મોત

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાનાં હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દરમિયાન, હિંમતનગર તાલુકાનાં ગાંભોઈ પાસે આવેલ રાજપુર ગામે બુધવારે રાત્રે ઘરમાં સુઈ રહેલા માતા અને પુત્ર…

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાનાં હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દરમિયાન, હિંમતનગર તાલુકાનાં ગાંભોઈ પાસે આવેલ રાજપુર ગામે બુધવારે રાત્રે ઘરમાં સુઈ રહેલા માતા અને પુત્ર પર વરસાદી ભેજનાં કારણે પોચી પડેલી દિવાલ પડી જતાં મા-દીકરાનું ગંભીર ઈજાને કારણે મોત નિપજયું હતું.

ડિઝાસ્ટર વિભાગનાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં 10 મીમી વરસાદ પડયો હતો, જયારે હિંમતનગરમાં 07 અને તલોદ પંથકમાં 02 MM વરસાદ પડયો હતો. જો કે બપોર પછી જિલ્લામાં મોટાભાગના સ્થળે ઉઘાડ નિકળ્યો હતો. બીજી તરફ ગતરોજ સવારે 6 વાગ્યાથી ગુરૂવારે સવારે 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ (Heavy Rain) તલોદ તાલુકામાં 102 MM થતાં સીમાડાઓમાં વરસાદી પાણી ભરાયા હતા. અત્યાર સુધીમાં સીઝનનો સૌથી વધુ વરસાદ પ્રાંતિજ (Prantij) તાલુકામાં અંદાજે 372 મીમી (15 ઈંચ) થયો છે.

રાજપુરમાં દિવાલ પડી જતાં માતા-પુત્રનું મોત

હિંમતનગર (Himmatnagar) તાલુકાનાં ગાંભોઈ પાસે આવેલ રાજપુર ગામે રાતનાં સમયે એક મકાનની દિવાલ વરસાદી ભેજનાં કારણે ધસી પડી હતી. આ દિવસ મકાનમાં સૂઈ રહેલા માતા અને પુત્ર પર પડી હતી. આ દુર્ઘટનામાં શિલ્પાબેન મહેશભાઈ પરમાર (ઉ.વ.35) અને ક્રિશ મહેશભાઈ પરમાર (ઉ.વ.09) નું ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બંને મૃતદેહોને પીએમની કામગીરી બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. આ દુખદ ઘટના બાદ સમગ્ર ગામમાં ગમગીની છવાઈ હતી.

અહેવાલ- યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

 

આ પણ વાંચો – Jetpur : ડુંગળી-બટાકાંનાં વેપારીનાં મકાનમાંથી 8 લાખનો મુદ્દામાલ ચોરી કરનારાં 3 શાતિર ચોર આ રીતે ઝડપાયાં

આ પણ વાંચો – Gondal : દિવ્યાંગોને વિનામૂલ્યે કૃત્રિમ હાથ-પગનું વિતરણ, આગામી દિવસોમાં અહીં યોજાશે કેમ્પ

આ પણ વાંચો – Gujarat Rain Forecast: આગામી 5 દિવસ કેવો રહેશે વરસાદ? આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

Whatsapp share
facebook twitter