+

રાઘવ ચઢ્ઢાને થઇ ગંભીર બિમારી, આંખે અંધાપો આવે તેવી શક્યતા, લંડનમાં ચાલી રહી છે સારવાર

નવી દિલ્હી : દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે મંગળવારે રાઘવ ચઢ્ઢા અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યસભા સભ્ય પોતાની આંખની સારવાર માટે UK…

નવી દિલ્હી : દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે મંગળવારે રાઘવ ચઢ્ઢા અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યસભા સભ્ય પોતાની આંખની સારવાર માટે UK માં છે. સમાચાર એજન્સી ANI એ ભારદ્વાજના હવાલાથી કહ્યું કે, રાજ્યસભા સભ્ય પોતાની આંખોની સારવાર માટે બ્રિટનમાં છે. તેમની આંખમાં સમસ્યા સર્જાઇ હોવાનું મને જણાવવામાં આવ્યું છે, આ ખુબ જ ગંભીર પ્રકારની બિમારી છે જેના કારણે તેમની આંખોની દ્રષ્ટી પણ જઇ શકે છે. તેઓ સારવાર કરાવવા માટે બ્રિટન ગયા છે. મારી શુભકામનાઓ તેમની સાથે છે. ભારદ્વાજે જણાવ્યું કે, ચઢ્ઢા સ્વસ્થ થશે તેઓ ભારત આવશે અને ચૂંટણી પ્રચારમાં જોડાઇ જશે.

આમ આદમી પાર્ટી ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે

AAP હાલ જે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું છે તેવામાં ચઢ્ઢા અહીં નહીં હોવાના કારણે તેમના પર સવાલો ઉઠાવાઇ રહ્યા હતા. ખાસ કરીને ત્યારે જ્યારે દારુ નીતિ મામલે પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ધરપકડ થઇ ગઇ અને બીજી તરફ લોકસભા ચૂંટણી પણ ચાલી રહી છે. જો કે ચઢ્ઢા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. પંજાબથી રાજ્યસભા સાંસદ ચઢ્ઢા નિયમિત રીતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી પાર્ટીની રેલીઓની સાથે સાથે સુનિતા કેજરીવાલના સંબોધનના વીડિયો પોસ્ટ કરતા રહે છે.

હાલમાં જ X પર પોસ્ટ કરી હતી

ચઢ્ઢાએ 18 એપ્રીલે પોતાના ટ્વીટર X પર કહ્યું કે, અરવિંદ કેજરીવાલ અનેક વર્ષોથી ડાયાબિટીસના દર્દી છે. કેજરીવાલ રોજ 54 યૂનિટ ઇન્સ્યુલીન પર છે. મળતી માહિતી અનુસાર જેલ તંત્ર તેમની ઇન્સ્યુલીન નથી આપી રહ્યું. આ ખુબ જ અમાનવીય વર્તન છે અને જેલ નિયમોની વિરુદ્ધનું કામ છે.

લેબર સાંસદ પ્રીત કૌર ગિલ સાથે મુલાકાત અંગે હોબાળો

હાલમાં જ ચઢ્ઢાની બ્રિટિશ લેબર સાંસદ પ્રીત કૌર ગિલ સાથે મુલાકાત બાદ હોબાળો મચી ગયો. જે સોશિયલ મીડિયા પર ખાલિસ્તાન અલગતવાદની ભલાણ અને ભારત વિરોધી ભાવનાઓ માટે જાણીતા છે. BJP IT સેલના ચીફ અમિત માલવીયએ કહ્યું કે, જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ કહે છે, ભારતની અંદર અને બહાર અનેક શક્તિઓ છે, જે દેશને નબળા પાડી રહ્યા છે. આપણે સતર્ક રહેવું પડશે અને તેમની શક્તિઓને ઓળખવી પડશે અને તેમને હરાવવા પડશે. તેમની આ વાતથી સંપુર્ણ રીતે સંમત છું.

પ્રીતગિલ સાથે મુલાકાત બાદ વિવાદમાં આવ્યા હતા

તેઓ કદાચ જણાવવા માંગે છે કે, AAP સાંસદ રાઘવ ચઢ્ઢા બ્રિટિશ લેબર સાંસદ પ્રીતગિલની સાથે શું કરી રહ્યા છે, જે સ્પષ્ટ રીતે UKમાં ખાલિસ્તાનીઓનું સમર્થ કરે છે. બ્રિટનમાં કે માટે ફંડીંગ કરે છે. લંડનમાં ઇન્ડિયા હાઉસની બહાર હિંસક વિરોધ પ્રદર્શન માટે પૈસા આપે છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સતત ભારત વિરોધી, મોદી વિરોધી, હિંદૂ વિરોધી વસ્તુઓ ચિપકાવતા રહે છે અને સોશિયલ મીડિયા પર પણ ઝેર ઓકતા રહે છે.

Whatsapp share
facebook twitter