+

Punjab Tractor Accident: ગેરકાયદેસર રીતે આયોજિત Tractor Race માં ગમખ્વાર અકસ્માત સર્જાયો, જુઓ વીડિયો

Punjab Tractor Accident: Punjab ના કપૂરથલા જિલ્લાના ફગવાડામાં આજરોજ ગેરકાયદેસર રીતે Tractor Race નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આવી Tractor Race અવાર-નવાર Punjab ના અનેક વિસ્તારોમાં જોવા મળતી હોય…

Punjab Tractor Accident: Punjab ના કપૂરથલા જિલ્લાના ફગવાડામાં આજરોજ ગેરકાયદેસર રીતે Tractor Race નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આવી Tractor Race અવાર-નવાર Punjab ના અનેક વિસ્તારોમાં જોવા મળતી હોય છે. તો અનેક વખત આવી Tractor Race ને કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.

  • ફગવાડામાં આયોજિત Tractor Race માં એક ગંભીર Accident થયો

  • વહીવટીતંત્રના નીચે આવી ખતરનાક ઘટના કેવી રીતે બની?

  • ત્રણ ટ્રેક્ટર અને 4 લોકોની અટકાયત કરી કેસ નોંધ્યો છે

તો આ વખતે Punjab ના કપૂરથલા જિલ્લાના ફગવાડામાં આયોજિત Tractor Race માં એક ગંભીર Accident થયો હતો. આ Accident નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો સંપૂર્ણ ઘટના ફગવાડાના ડુમેલી ગામમાં બની હતી. જોકે આ ઘટનામાં બે Tractor પૈકી એક ટ્રેક્ટર પરથી ચાલકે સંતલુન ગુમાવ્યું હતું. તેના કારણે એક ગંભીર Accident સર્જાયો હતો. તે ઉપરાંત આ અસંતુલિત ટ્રેક્ટર ઘટનાસ્થળ પર અનેક લોકો પર ફરી વળ્યું હતું.

વહીવટીતંત્રના નીચે આવી ખતરનાક ઘટના કેવી રીતે બની?

ત્યારે આ ગમખ્વર Accident માં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેથી તાત્કાલિક ધોરણે તમામ ઘાયલોને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ ફગવાડા પ્રશાસન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. દરેકના મનમાં સવાલ એ છે કે આ ખતરનાક ડેથ ગેમ પર પ્રતિબંધ હોવા છતાં આ ઈવેન્ટનું આયોજન કરવાની પરવાનગી કોણે અને શા માટે આપી. પ્રશ્ન એ પણ છે કે જો વહીવટીતંત્રે તેની પરવાનગી ન આપી તો વહીવટીતંત્રના નીચે આવી ખતરનાક ઘટના કેવી રીતે બની?

ત્રણ ટ્રેક્ટર અને 4 લોકોની અટકાયત કરી કેસ નોંધ્યો છે

ઈજાગ્રસ્ત ગુરપ્રીત સિંહે જણાવ્યું કે રેસ દરમિયાન એક ટ્રેક્ટર બેકાબુ થઈ ગયું અને તેની તરફ આવ્યું અને 5 થી 10 લોકોને કચડી નાખ્યા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. ઘાયલ રતન સિંહે જણાવ્યું કે એક ટ્રેક્ટર બેકાબૂ થઈને તેની તરફ આવી ગયું. આ પછી તે અને તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ફગવાડા પોલીસના ડીએસપી જસપ્રીત સિંહે કહ્યું કે Tractor Race ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી છે. પોલીસે ત્રણ ટ્રેક્ટર અને 4 લોકોની અટકાયત કરી કેસ નોંધ્યો છે. Tractor Race સંપૂર્ણપણે ગેરકાયદે છે. આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: West Bengal : BJP ના કેન્દ્રીય કાર્યાલય પાસે બોમ્બ જેવી વસ્તુ મળી, ગભરાટનો માહોલ ફેલાયો…

Whatsapp share
facebook twitter