+

ઇસ્લામિક દેશોએ પાકિસ્તાનને કહ્યું ચુપ! કાશ્મીર મુદ્દે બોલતા જ મોટા મોટા દેશો ઉકળી ઉઠ્યા

નવી દિલ્હી : 4-5 મે વચ્ચે ગામ્બિયાની રાજધાનીમાં સમગ્ર વિશ્વના OIC સભ્ય મુસ્લિમ દેશ એકત્ર થઇ રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાન (Pakistan) પોતાનો ભારત (India) વિરોધી એજન્ડા આગળ વધારતું જોવા…

નવી દિલ્હી : 4-5 મે વચ્ચે ગામ્બિયાની રાજધાનીમાં સમગ્ર વિશ્વના OIC સભ્ય મુસ્લિમ દેશ એકત્ર થઇ રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાન (Pakistan) પોતાનો ભારત (India) વિરોધી એજન્ડા આગળ વધારતું જોવા મળ્યું. પાકિસ્તાને ભરપુર પ્રયાસો કર્યા કે, સભ્ય દેશો ગાઝા (Gaza) સાથે વાત કરવાની સાથે સાથે કાશ્મીર (Kashmir) અંગે પણ તેમનો સાથ આપે.

પાકિસ્તાને રડારોળ શરૂ કરતા જ ઇસ્લામિક દેશોએ ચાલતી પકડી

મુસ્લિમ દેશોના સંગઠન ઇસ્લામિક સહયોગ સંગઠન (OIC) ના 15 મા શિખર સમ્મેલનમાં સભ્ય દેશ જ્યારે ગાઝામાં ઇઝરાયેલના હુમલા પર વાત કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાને ભારત વિરુદ્ધ પોતાનો એજન્ડા સાધવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને કહ્યું કે, ભારત પાકિસ્તાનનો વિરોધ અને ઇસ્લામોફોબિક નેરેટિવ બનાવી રહ્યું છે. જે ક્ષેત્રીય સ્થિરતા માટે ખતરો છે.ગામ્બિયાની રાજધાની બંજુલમાં 4-5 મેની વચ્ચે આયોજિત ઓઆઇસીના સમ્મેલનને સંબોધિત કરતા પાકિસ્તાનના ઉપ વડાપ્રધાન ઇશાક ડારે ઇસ્લામિક દેશોની અપીલ કરી કે, તેઓ વૈશ્વિક સ્તર પર ઇસ્લામોફોબિયાનો મુકાબલો કરવા માટે એક સંયુક્ત રણનીતિ બનાવે. ડારે કહ્યું કે, ગાઝામાં તુરંત જ યુદ્ધવિરામ લાગુ કરવામાં આવવો જોઇએ. સાથે જ પાકિસ્તાની ઉપવડાપ્રધાન કાશ્મીર પર પોતાનો જુનો રાગ આલાપવા લાગ્યા હતા. તેમણે સભ્ દેશોને કહ્યું કે, જમ્મુ કાશ્મીર મામલે એક એક્શન પ્લાન લાગુ કરવામાં આવવો જોઇએ.

પાકિસ્તાનની ભારત વિરોધી પ્રયાસો પર હંમેશાની જેમ પાણી ફરી વળ્યું

પાકિસ્તાની નેતાએ ભારત વિરુદ્ધ પોતાનો જુનો પ્રોપેગૈંડા ફરી એકવાર સામે લાવતા કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં ભારતની ક્રૂરતા વધતી જઇ રહી છે, ખાસ કરીને 5 ઓગસ્ટ,2019 બાદ જ્યારે ભારતે એક તરફી અને બિનકાયદેસર કાર્યવાહી કરી. ડારે કહ્યું કે, મુસ્લિમ દેશો કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કરે. જો કે પાકિસ્તાન તરફથી કરાયેલી આ ટિપ્પણીને મુસ્લિમ દેશોએ લગભગ નંજરઅંદાજ કરતા ગાઝા પર પોતાનું ફોકસ રાખ્યું.

ઉત્પીડન કરનાર અને પીડિતો વચ્ચે સંઘર્ષ છે

રાજદ્વારી સુત્રો અનુસાર સમ્મેલનમાં બોલતા તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાને કહ્યું કે, ઇઝરાયેલના કબ્જા વિરુદ્ધ પ્રતિરોધ હવે ઇઝરાયેલ અને ફિલિસ્તીન વચ્ચે યુદ્ધ નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં ઉત્પીડન કરનારાઓ અને પીડિતો વચ્ચેનો સંઘર્ષ છે. OIC ના સમ્મેલનમાં ફિદાને તે વાત પર જોર આપ્યું કે, કોઇ પણ સભ્ય દેશને ફિલિસ્તીનીઓના લોહીની કિંમત પર પોતાના મતભેદોને ઉકેવા અધિકાર નથી. તેમણે કહ્યું કે, સભ્ય દેશોમાં અનેકતાને કારણે ઇઝરાયેલ જવાબદારીથી બચી ગયું છે, આ સમગ્ર મુસ્લિમ સમુદાયનું કર્તવ્ય છે કે તે પેલે્ટાઇનીઓના રક્ષણ માટે એક થાય.

હાલ મુસ્લિમ દેશોએ પોતાની એકતા સિદ્ધ કરવાનો સમય છે

ફિદાને કહ્યું કે, મુસ્લિમ દેશોને હાલ પોતાની એકતા સાબિત કરવી પડશે. દેખાડવું પડશે કે તે કુટનીતિક રીતે અને જરૂરિયાત પડવાથી બળનો પ્રયોગ કરી પોતાના ઇરાદામાં સફળ થઇ શકે છે. સાથે જ તેમણે તેમ પણ કહ્યું કે, પૂર્વમાં મુસ્લિમ દેશો વચ્ચે ક્ષેત્રીય દુશ્મની રહી છે પરંતુ પેલેસ્ટાઇન હિતોની બલિ ચડાવવા માટે તેમણે દોહરાવવામાં ન આવવું જોઇએ. તેમણે ઇસ્લામિક દેશોને ચેતવણી આપતા કહ્યું કે, તેવી સ્થિતિમાં જીત ઇઝરાયેલ અને તેના સમર્થકોની થશે.

Whatsapp share
facebook twitter