+

Prajwal Revanna કેસમાં બળાત્કાર પીડિત મહિલાઓ પરેશાન, ઓળખ છતી થતા અનેક છુટાછેડાના કેસ

અનેક મહિલાઓ પોતાના ઘરને તાળા મારીને ગુમ થઇ ગઇ મહિલાઓના વીડિયો વાયરલ થયા બાદ ઓળખ છતી થતા મુશ્કેલી વધી રેવન્નાના વીડિયોના કારણે અનેક મહિલાઓના જીવન બરબાદ થઇ ચુક્યા છે Sex…
  • અનેક મહિલાઓ પોતાના ઘરને તાળા મારીને ગુમ થઇ ગઇ
  • મહિલાઓના વીડિયો વાયરલ થયા બાદ ઓળખ છતી થતા મુશ્કેલી વધી
  • રેવન્નાના વીડિયોના કારણે અનેક મહિલાઓના જીવન બરબાદ થઇ ચુક્યા છે

Sex Scandal : કર્ણાટકમાં જેડીએસ નેતા પ્રજ્વલ રેવન્ના સેક્સ સ્કેન્ડલની તપાસ કરવામાં આવી છે. બીજી તરફ સમાચારો છે કે, કથિત રીતે રેવન્નાની ક્રૂરતાનો શિકાર બની હતી. બીજી તરફ સમાચાર છે કે આવી અનેક મહિલાઓ ગુમ થઇ ચુકી છે. તે ઘર છોડીને જતી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ હાસન જિલ્લાથી અનેક મહિલાઓ ઘ છોડી ચુકી છે. એક અંદાજ અનુસાર સાંસદ સાથે જોડાયેલી મહિલાઓના ચરિત્ર પર હવે તેના પતિ જ સવાલો ઉઠાવવા લાગ્યા છે.

એચડી દેવગૌડાનો ગઢ મનાય છે હાસન જિલ્લો

હાસનને જનતા દળ (સેક્યુલર) પ્રમુખ એચડી દેવગૌડાનો ગઢ માનવામાં આવે છે. પ્રજ્વલ તેના પ્રપૌત્ર છે અને બીજીવાર ચૂંટણી પણ લડી રહ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં હગારે ગામના એક દુકાનદારે જણાવ્યું કે, સમગ્ર જિલ્લો એચડી રેવન્નાના કંટ્રોલમાં છે. તમે તેની વિરુદ્ધ કાંઇ પણ બોલશો તો તેવી શક્યતા મહત્તમ છે કે, તે વાત તેના સુધી પહોંચી ડશે. કારણ કે પરિવાર અને પાર્ટીના અનેક સમર્થકો છે.

ફરિયાદ કરનારી મહિલા ગુમ

28 એપ્રીલે જે મહિલાની ફરિયાદના આધારે FIR દાખલ થઇ છે, તેનો પરિવાર હવે ઘર છોડીને ગાયબ થઇ ચુક્યો છે. અકબાર સાથેની વાતચીતમાં એક પાડોશીએ કહ્યું કે, મહિલા રેવન્નાના ઘરમાં કામ કરતી હતી. તેના કેટલાક વીડિયોવાયરલ થવા લાગ્યા અને પછી તેના ઘર પર તાળુ જોવા મળ્યું. કોઇને પણ નથી ખબર કે તે ક્યારે જતી રહી.

પ્રજ્વલ વિરુદ્ધ કેસ દાખલ કરનાર મહિલાની પણ વધી મુશ્કેલી

પ્રજ્વલની વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરાવનાર એક પૂર્વ જિલ્લા પંચાયત સભ્યના ગામમાં પણ હાલત એવી જ છે. સમાચાર પત્ર સાથેની વાતચીતમાં સ્થાનીક જેડીએસ નેતાએ કહ્યું કે, અમે નોટિસ કરી કે પાર્ટીની મહિલાઓ પ્રજ્વલની સાથે તસ્વીરો ડિલીટ કરી રહ્યા છે. કેટલાક મામલાઓમાં પુરૂષ પોતાની પત્નીઓ સાથે સાંસદની સાથે સંબંધ અંગે પુછી રહ્યા છે. આ જિલ્લામાં અનેક મહિલાઓનું જીવન તબાહ થઇ ચુક્યું છે.

અનેક મહિલાઓની ઓળખ છતી થઇ ચુકી છે

વીડિયો વાયરલ થયા બાદ અનેક મહિલાઓની ઓળખ છતી થઇ છે જેના કારણે અનેક મહિલાઓ હાસન છોડીને જઇ ચુક્યા છે. સમાચાર અનુસાર જ્યારે SIT રેવન્નાના ઘરે પહોંચી તો બહાર એકત્ર થયેલા પાર્ટી કાર્યકર્તાઓને મહિલા અંગે વાત કરતા જોઇ શકાય છે. રિપોર્ટ અનુસાર એકે કહ્યું કે, હું આ મહિલાને ઓળખુ છું. તે અમારા ઘર નજીક જ રહે છે અને જેડીએસની સક્રિય કાર્યકર્તા હતી. તેમના ઘરે તાળુ છે તેના નાના બાળકો છે.

અનેક મહિલાઓની ઓળખ છતી થતા મુશ્કેલી

અખબાર સાથેની વાતચીતમાં એક દુકાનદારે કહ્યું કે, મહિલાઓના ચહેરા જાહેર કરવામાં આવ્યા તે ખુબ જ ખોટી બાબત છે. હું તેમાંથી અનેક મહિલાઓને ઓળખું છું તે મોટા ભાગની મહિલાઓ છુપાઇ ગઇ છે. અમને નથી ખબર કે તેઓ ક્યારે પરત ફરશે. તેમણે કહ્યું કે, આ પરિવાર કેસ દાખલ કરવા નથી માંગતા, કારણ કે રેવન્ના પરિવારની વિરુદ્ધ કેસ લડતા હાસનમાં જીવવું અશક્ય છે.

હાસમાં રેવન્ના પરિવારનું વિશાળ ફાર્મ હાઉસ

હાસમાં પરિવારનું એક ખુબ જ મોટું ફાર્મ હાઉસ પણ છે, જ્યાં SIT પણ પહોંચી હતી. રિપોર્ટમાં એક પોલીસ અધિકારીના હવાલાથી જણાવ્યું કે, પ્રજ્વલઅનેક વખત ફાર્મ હાઉસ આવતો હતો, જ્યાં કથિત રીતે વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા છે. સમાચાર પત્રો સાથેની વાતચીતમાં એક કર્મચારીએ કહ્યું કે, પ્રજ્વલ અહીં મિત્રો સાથે અને પાર્ટી માટે આવતો હતો, જો કે અમને તેનાથી વધારે કોઇ જ માહિતી નથી.

Whatsapp share
facebook twitter