Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Phillipines Old Town: કાળઝાળ ગરમીમાં પાણી સુકાતા નદીમાંથી બહાર નીકળ્યું પ્રાચીન નગર

08:27 PM May 06, 2024 | Aviraj Bagda

Phillipines Old Town: હાલમાં, ફિલિપાઈન્સ (Phillipines) કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યું છે. નદીઓ અને પાણીના સ્ત્રોત સુકાઈ રહ્યા છે. ફિલિપાઈન્સ (Phillipines) ના નુએવા એકિજા (Nueva Ecija) પ્રાંતમાં પંતાબંગન નામની જગ્યા છે. અહીં એક મોટો ડેમ છે. ભારે ગરમી (Summer) ના કારણે ડેમમાં પાણી સુકાઈ ગયું છે. પાણી સુકાઈ જવાથી બહાર આવતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

  • સદીઓથી પાણીમાં ડૂબી રહેલું નગર બહાર આવ્યું

  • શહેર બતાવવા માટે 15 થી 1800 પેસો ચાર્જ કરું છું

  • એશિયાના ઘણા દેશો ભયંકર ગરમી સામે ઝઝૂમી રહ્યા

નુએવા એસિજા (Nueva Ecija) પ્રાંતમાં મોટાભાગમાં ખેડૂતો ચોખાનું ઉત્પાદન કરે છે. પરંતુ અતિશય ગરમી (Summer) ના કારણે પાક બગડી ગયો હતો. સેંકડો ખેડૂતોને નુકસાન થયું છે. પરંતુ સદીઓથી પાણીમાં ડૂબી રહેલું નગર (Nueva Ecija) બહાર આવતાં જ ખેડૂતો સમૃદ્ધ બન્યા હતા. તો બીજી તરફ ખેડૂતો પ્રવાસીઓના માર્ગદર્શક બન્યા છે. જે નગર (Nueva Ecija) બહાર આવ્યું છે, તેના કેન્દ્રમાં એક પૌરાણીક ચર્ચ પણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: 23 વર્ષની શિક્ષિકાનો 13 વર્ષના વિદ્યાર્થી સાથે અનૈતિક સંબંધ…!

શહેર બતાવવા માટે 15 થી 1800 પેસો ચાર્જ કરું છું

61 વર્ષીય નિવૃત્ત નર્સ ઓરિયા ડેલોસ સેન્ટોસે જણાવ્યું કે, આ પ્રાચીન નગર (Nueva Ecija) પાણીમાંથી બહાર આવવાનું સાંભળતા જ મને તરત જ જઈને જોવાનું મન થયું. કેટલાક સ્થાનિક ખેડૂતો પ્રવાસીઓને ડેમની મધ્યમાં આવેલા પ્રાચીન નગર (Nueva Ecija) સુધી લઈ જવામાં આવી રહ્યા છે. તો એક માછીમારે કહ્યું હતું કે, પહેલા તેઓ માછલી વેચીને દરરોજ 200 પેસો કમાતા હતા. હવે હું પ્રવાસીઓને આ શહેર (Nueva Ecija) બતાવવા માટે 15 થી 1800 પેસો ચાર્જ કરું છું. હું માછલીઓ પણ વેચું છું. અહીંના નગર (Nueva Ecija) ના લોકોને 1970 માં બીજી જગ્યાએ વિસ્થાપિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: નાઈટ આઉટની મજા માણવા ગયેલા સાંસદને ડ્રગ્સે પીવડાવી તેની સાથે….

એશિયાના ઘણા દેશો ભયંકર ગરમી સામે ઝઝૂમી રહ્યા

આ ડેમ નુએવા એકિજા (Nueva Ecija) પ્રાંતના ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીંથી આસપાસના ઘણા પ્રાંતોને સિંચાઈ અને પીવા માટે પાણી મળે છે. હાલમાં એશિયાના ઘણા દેશો ભયંકર ગરમી સામે ઝઝૂમી રહ્યા છે. ઘણી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. Phillipines ની સરકારે લોકોને તેમના ઘરમાં રહેવાની સલાહ આપી છે. જેથી Phillipines ના નાગરિકો હીટસ્ટ્રોકથી બચી શકીએ.

આ પણ વાંચો: ​​ભારતીય મૂળની Sunita Williams ત્રીજી વખત અંતરિક્ષમાં જવા તૈયાર, કહ્યું- ઘરે પાછા જવા જેવું હશે…