+

New Year 2024 : ન્યુઝીલેન્ડમાં નવા વર્ષના વધામણા, ઓકલેન્ડના સ્કાયટાવર ખાતે ભવ્ય આતશબાજી કરાઈ

New Year 2024 : ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકો આવનાર નવા વર્ષ 2024ની (New Year 2024) ઊર્જાભેર ઉજવણી કરવા માટે તૈયાર છે. જો કે, ભારતમાં નવા વર્ષની શરૂઆત થવામાં હજુ…

New Year 2024 : ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકો આવનાર નવા વર્ષ 2024ની (New Year 2024) ઊર્જાભેર ઉજવણી કરવા માટે તૈયાર છે. જો કે, ભારતમાં નવા વર્ષની શરૂઆત થવામાં હજુ થોડી વાર છે. જ્યારે વિશ્વના કેટલાક દેશોમાં નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. ન્યૂઝીલેન્ડમાં (New Zealand) લોકો નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. ત્યાંના લોકો ઓકલેન્ડમાં (Oakland) નવા વર્ષને આવકારવા માટે ઉજવણી કરી રહ્યા છે. જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડમાં નવું વર્ષ સૌથી પહેલા શરૂ થયું છે. ઓકલેન્ડના રહેવાસીઓએ ન્યૂઝીલેન્ડના સૌથી ઊંચા સ્કાય ટાવર (Sky Tower) ખાતે ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.

સ્કાય ટાવર ખાતે ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત

સમગ્ર વિશ્વ હાલ નવા વર્ષની ઉજવણીમાં ગળાડૂબ છે. ત્યારે ન્યૂઝીલેન્ડ (New Zealand), ઓસ્ટ્રેલિયા (Australia) જેવા દેશોમાં લોકોએ નવા વર્ષના (New Year 2024) વધામણાં શરૂ કરી દીધા છે. માહિતી મુજબ, ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં લોકોએ નવા વર્ષને આવકારવા માટે સૌથી ઊંચા સ્કાય ટાવર ખાતે ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયામાં પણ નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓસ્ટ્રેલિયામાં, પ્રખ્યાત સિડની હાર્બર બ્રિજ (Sydney Harbor Bridge) ટૂંક સમયમાં મધ્યરાત્રિના ફટાકડા પ્રદર્શન અને લાઇટ શોનું કેન્દ્રબિંદુ બની જશે જે દર વર્ષે વિશ્વભરના 400 મિલિયનથી વધુ લોકો દ્વારા જોવામાં આવે છે.

ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે પણ ભવ્ય તૈયારીઓ

અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર સિડનીમાં પહેલા કરતા વધુ પોલીસ તૈનાત કરવામાં આવી છે. કારણ કે 1 મિલિયનથી વધુ લોકો- શહેરની વસ્તીમાંથી 5 માંથી એકની સમકક્ષ છે. લોકો વધુ સારા દ્રશ્યો જોવા માટે દરિયાના કિનારે એકત્ર થતા હોય છે. માહિતી અનુસાર, ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતેના અધિકારીઓ અને પાર્ટીના આયોજકોએ જણાવ્યું હતું કે, તેઓ મહેમાનોને આવકારવા અને તેમની સલામતીની ખાતરી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. શુક્રવારે એક સુરક્ષા બ્રીફિંગમાં, ન્યુ યોર્ક સિટીના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે, નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી માટે સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. ઉજવણી દરમિયાન મિડટાઉન મેનહટનનામાં હજારો લોકો ઉમટે તેવી અપેક્ષા છે. ત્યારે ત્યાં કોઈ અપ્રિય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. સાથે લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ તંત્રને સહકાર આપે અને નવા વર્ષની (New Year 2024) શાંતિપૂર્ણ અને આનંદથી ઉજવણી કરે.

 

આ પણ વાંચો – ઈટાલીની મહિલા વડાપ્રધાન GIORGIA MELONI શા માટે કહેવાઈ ‘MAN OF THE YEAR’

Whatsapp share
facebook twitter