Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

નાઈટ આઉટની મજા માણવા ગયેલા સાંસદને ડ્રગ્સ પીવડાવી તેની સાથે….

07:12 PM May 07, 2024 | Aviraj Bagda

MP Brittany Lauga: ઓસ્ટ્રેલિયાની 37 વર્ષની સાંસદ (Australian MP) બ્રિટની લૌગા (Brittany Lauga) ને આરોપ લગાવ્યો છે કે, ગત અઠવાડિયે નાઈટ આઉટ (Night Out) દરમિયાન નશીલા પદાર્થ (Drugs) નું સેવન કરાવીને તેનું યૌન શોષણ (Sexualy Harressment) કરવામાં આવ્યું છે. આ અંગે તેણીએ સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ કરીને સમગ્ર મામલે માહિતી જાહેર કરી છે. તે ઉપરાંત તેણીએ તેની સાથે રહેલી તે સમયગાળા દરમિયાન અન્ય મહિલાનો સંપર્ક કરીને આરોપીઓને પકડી પાડવાનો સહયોગ માગ્યો છે.

  • ઓસ્ટ્રેલિયન સાંસદનું સરા-જાહેર યૌન શોષણ કરાયું

  • અન્ય મહિલાઓ પાસેથી મદદની માગ કરી

  • ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Australian MP Brittany Lauga ને પોસ્ટમાં જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે તબીયત નાદુરસ્ત અને પેટમાં અસહ્ય દુખાવો અનુભવ થતા હું હોસ્પિટલ ગઈ હતી. ત્યારે મને માલૂમ પડ્યું કે મને માદક પદાર્થો (Drugs) નું સેવન કર્યું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. પરંતુ મને યાદ છે ત્યાં સુધી મેં કોઈ એવી(Drugs) વસ્તુનું જાતે સેવન કર્યું ન હતું. તે ઉપરાંત રિપોર્ટમાં યૌન શોષણ (Sexualy Harressment) થયું હોવાનું પણ સામે આવ્યું હતું. આ ઘટનાના કારણે મારા શરીરને ભારે નુકસાન પહોંચ્યું છે. હાલમાં, આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Justin Trudeau On Khalistani: 3 ભારતીયોની કેનેડામાં ખાલિસ્તાનીની હત્યાને લઈ કરાઈ ધરપકડ

અન્ય મહિલાઓ પાસેથી મદદની માગ કરી

તે ઉપરાંત MP Brittany Lauga એ વધુમાં કહ્યુ કે, મે અન્ય મહિલાઓનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, જે આ ઘટનાના સાક્ષી હોય. કારણ કે… આવા લોકો અન્ય મહિલાઓને પણ આ રીતે શિકાર બનાવતા હશે અને રહેશે. તેથી આ પ્રકારના લોકો પર કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને મહિલાઓ આ પ્રકારના કૃત્યથી બચી શકશે. જોકે ઘણી મહિલાઓએ આ અંગે MP Brittany Lauga અંગતમાં આવા બનાવનો ભોગ બની હોય, તે અંગે માહિતી આપી છે.

આ પણ વાંચો: ભારત માટે APPLE ના CEO TIM COOK એ કહ્યું – ‘APPLE માટે ભારત મુખ્ય ફોકસ ક્ષેત્ર’

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

જોકે આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયન સરકાર નાગરિકોને અપીલ કરી રહી છે, જો તે આરોપીઓની ઓળખ આપશે, તો તેમને સરકાર તરફથી સન્માનિત સાથે પુરસ્કાર આપવામાં આવશે. તે ઉપરાંત બ્રિટેનમાં મહિલાઓ માટે ન્યાયની સ્થાપના થવી જોઈએ.

આ પણ વાંચો: indians quickly rich: આ દેશમાં જઈને ભારતીયો બની જાય છે અમીર