+

lee jae myung : દ.કોરિયામાં વિપક્ષી નેતા પર જીવલેણ હુમલો,ચપ્પાના ઘા ઝીંક્યા

lee jae myung : દક્ષિણ કોરિયાના વિપક્ષની નેતા પર (lee jae myung ) પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચપ્પા વડે હુમલો કરવામાં આવતા તેમને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિલમાં…

lee jae myung : દક્ષિણ કોરિયાના વિપક્ષની નેતા પર (lee jae myung ) પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચપ્પા વડે હુમલો કરવામાં આવતા તેમને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિલમાં લઈ જવાયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

 

અજાણ્યા સખ્શે જીવલેણ હુમલો કર્યો હતો

દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતા લી જે મ્યુંગ (lee jae myung ) પર એક અજાણ્યા સખ્શે ચપ્પા વડે જીવલેણ હુમલો કરતા તેમને ગાળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હુમલાની કેટલીક તસવીરો સામે આવી રહી છે જેમાં લી જે મ્યુંગ (lee jae myung) ગંભીર રીતે ઘાયલ હાલતમાં જમીન પર પડેલા જોવા મળે છે.

south korea

south korea

 

આરોપીની ધરપકડ કરવામાં આવી

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર વિપક્ષી નેતા લી જે-મ્યુંગ (lee jae myung ) પર હુમલો કરનાર આરોપીની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. જો કે, લી જે-મ્યુંગની ઈજા વિશે હજુ સુધી વધુ માહિતી બહાર આવી નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં જોઈ શકાય છે કે તે આંખો બંધ કરીને જમીન પર સૂઈ રહ્યો છે, જ્યારે તેની આસપાસ અધિકારીઓનું ટોળું ઊભું છે અને તેના ગળામાં કપડું પણ બાંધેલું છે.

તમને જણાવી દઈએ કે લીએ આ પહેલા બુસાનમાં ગાડેઓક દ્વીપ પર નિર્માણાધીન નવા એરપોર્ટના સ્થળની મુલાકાત લીધી હતી. લી જે-મ્યુંગ દક્ષિણ કોરિયાની મુખ્ય વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના વડા છે.

 

આ પણ વાંચો-USA : નવા વર્ષની ઉજવણી લોહિયાળ બની, લોસ એન્જેલસમાં પાર્ટી દરમિયાન ગોળીબાર, 3ના મોત

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter