+

Britain Police Viral Video: બ્રિટેનમાં માનવતા મરવા પડી, ગાય પર પોલીસનો કાર વડે જીવલેણ હુમલો

Britain Police Viral Video: એવું માનવામાં આવે છે કે, કોઈ પણ જીવને બચાવવા માટે વિદેશના દેશ નખશિશ સુધીનું બળ લગાવીને નાખે છે. તો તેઓ સરકાર આકસ્મિક રીતે મોત પામેલા વ્યક્તિના…

Britain Police Viral Video: એવું માનવામાં આવે છે કે, કોઈ પણ જીવને બચાવવા માટે વિદેશના દેશ નખશિશ સુધીનું બળ લગાવીને નાખે છે. તો તેઓ સરકાર આકસ્મિક રીતે મોત પામેલા વ્યક્તિના પરિવારને કરોડો રુપિયાનું ભુગતાન પણ કરતી હોય છે. તો તાજેતરમાં Britain માંથી એક ચોંકાવનાર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દરેક લોકો Britain ની Police ની ટિકા કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં Police નિર્દયતાથી ગાયની અટકાયત કરવા માટે તેની પર કાર જ ચાલાવી નાખી.

  • Police ગાયની અટકાયત કરવાની કોશિશ કરી

  • ગાયને એકવાર નહીં, પરંતુ બે વાર કાર વડે ટક્કર મારી

  • અમુક લોકો Police ની તરફેણમાં નિવેદન આપી રહ્યા

એક અહેવાલ અનુસાર, બ્રિટને Police ને જાહેરમાં ગાય ફરતી હોવાનું સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું હતું. તે ખેતરોમાંથી જાહેર સ્થળ પર આવી હોવાનું Police ને કહેવાયું હતું. તો તાત્કાલિક ધોરણે Police નો કાફલો ઘટનાસ્થળ આવી ગયો હતો. ત્યારે Police ગાયની અટકાયત કરવાની કોશિશ કરી હતી. પરંતુ જ્યારે ગાય ભાગી રહી હતી. ત્યારે એકાએક ગાયને Police દ્વારા કાર વડે ટક્કર મારવામાં આવી હતી. તેના કારણે ગાય ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

ગાયને એકવાર નહીં, પરંતુ બે વાર કાર વડે ટક્કર મારી

જોકે Britain Police ગાયને એકવાર નહીં, પરંતુ બે વાર કાર વડે ટક્કર મારી હતી. જ્યારે પહેલીવાર ગાયને ટક્કર મારી તો ગાય અમુક ક્ષણ માટે જમીન પર પડી રહી હતી. પરંતુ ત્યારે બાદ ગાય ભાગવા માટે ફરી એકવાર ઉભી થઈ હતી. પરંતુ ફરીથી Police ની કાર વડે ગાયને ગંભીર રીતે ટક્કર મારવામાં આવી હતી. તેના કારણે ગાયને ગળા અને પગના ભાગમાં ગંભીર રીતે ઈજા પહોંચી હતી. બીજી વાર ટક્કર લાગવાથી તે ઉભી પણ થઈ શકતી ન હતી.

અમુક લોકો Police ની તરફેણમાં નિવેદન આપી રહ્યા

તો Britain Police ના પ્રમુખ દ્વારા જવાબદાર Police વિરુદ્ધ કડક કાર્યવાહી ગોઠવવામાં આવી છે. તે ઉપરાંત ગાયની સારવાર કરીને તેને મૂળ માલિકને સોંપી દેવામાં આવી છે. તો આ ઘટનાને લઈ સ્થાનિક Britain ના નાગરિકો દ્વારા Police પર અનેક સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. તો અમુક લોકો Police ની તરફેણમાં નિવેદન આપી રહ્યા છે. તે ઉપરાંત આ ઘટનાના સાક્ષીઓને Police ની મદદ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ISRAEL – HAMAS WAR : ગાઝામાં યુદ્ધનું ભયાવહ સ્વરૂપ, મૃત્યુઆંક 37 હજારને પાર

Whatsapp share
facebook twitter