Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગર્ભવતીની મદદ કરવાનો તબીબોએ કર્યો ઈન્કાર, મહિલાએ જમીન પર આપ્યો બાળકને જન્મ

08:59 AM Jul 27, 2024 | Aviraj Bagda

Haryana Doctors Strike: હરિયાણામાં સરકારી Doctors Strike પર ઉતરી આવ્યા છે. તો હરિયાણા સરકાર અને Doctors વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે હરિયાણામાં દર્દીઓની સ્થિતિ કફોડી બની છે. 26 જુલાઈના રોજ હરિયાણામાં આવેલા પાણીપત જિલ્લામાં Government Hospital ની અંદર એક દુઃખદ બનાવી છે. આ ઘટનામાં ગર્ભવતીએ મહિલાની સ્થિતિ ગંભીર હોવાને કારણે તેને પરિવારજનો Government Hospital લઈને આવ્યા હતાં. પરંતુ Government Hospital માં કોઈ મુખ્ય તબીબ હાજર નહીં, હોવાને કારણે મહિલાએ Hospital ની જમીન પર નર્સની મદદ વડે બાળકને જન્મ આપ્યો હતો.

  • તબીબ અને Government Hospital ના સ્ટાફને અનેક ગુહાર લગાવી

  • ડૉક્ટરોએ મહિલાને Strikeને લઈ મહિલાને રિફર કરી હતી

  • અન્ય દર્દીઓએ આ અંગે ઈમરજન્સી સ્ટાફની નર્સોને જાણ કરી

તો પરિવારજનોના કહ્યા પ્રમાણે અચાનક મહિલાને પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો. તેના કારણે પરિવારજનો ગર્ભવતી મહિલાને Government Hospital પાસે લઈને આવ્યા હતાં. ત્યારે પરિવારજનોએ તાત્કાલિક મદદ કરવા માટે તબીબ અને Government Hospital ના સ્ટાફને અનેક ગુહાર લગાવી, પરંતુ આ મહિલાના વ્હારે કોઈ Hospital સ્ટાફ આવ્યું ન હતું. ત્યારે અંતે મહિલાએ તેની માતાની મદદ વડે Government Hospital ની જમીન પર બાળકને જન્મ આપ્યો હતો. તો આ મહિલાનું નામ કંચન છે. આ મહિલા મૂળ સ્વરૂપે બિહારની રહેવાસી છે.

ડૉક્ટરોએ મહિલાને Strikeને લઈ મહિલાને રિફર કરી હતી

જોકે હાલ, તેઓ પાણીપતના વિકાસ નગરમાં રહે છે. આ મહિલા અગાઉથી બે બાળકોની માતા છે. તો મહિના પતિ દિનેશ કુમારના જણાવ્યા અનુસાર, 26 જુલાઈના રોજ વહેલી સવારે પત્નીને પેટમાં અસહ્ય દુખાવો થયો હતો. તેના કારણે મહિલાને તાત્કાલિક ધોરણે નજીકમાં આવેલી Government Hospital માં લઈ જવામાં આવી હતી. ત્યારે ડૉક્ટરોએ મહિલાને Strikeને લઈ મહિલાને રિફર કરી હતી. મહિલાને Hospital ની બહાર નર્સ છોડીને જતી રહી હતી.

અન્ય દર્દીઓએ આ અંગે ઈમરજન્સી સ્ટાફની નર્સોને જાણ કરી

તો થોડો સમયબાદ કંચને જમીન પર બાળકને જન્મ આપ્યો હતો. Hospital માં આવેલા અન્ય દર્દીઓએ આ અંગે ઈમરજન્સી સ્ટાફની નર્સોને જાણ કરી હતી. જે બાદ Hospital ના સ્ટાફે મહિલા અને બાળકને પ્રસૂતિ વોર્ડમાં ખસેડ્યા હતાં. મહિલાના પરિવારજનો ડોકટરો અને Hospital સ્ટાફથી નારાજ છે. તેમણે કહ્યું કે સરકાર અને ડોકટરો વચ્ચેની ખેંચતાણનો માર અમારે સહન કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: NITI Aayog આખરે છે શું અને તે શું કામ કરે છે…?