+

Bharuch : ખુલી ચેમ્બરમાં નાગરિકનાં મોત મામલે માનવ પંચ-પો. મથકમાં અરજીઓનાં ખડકલા, કરી આ માગ

ભરૂચ (Bharuch) નગરપાલિકાનાં પ.વ.ડી વિભાગ દ્વારા ચિંગ્સપુરામાં ચેમ્બર બનાવી ખુલ્લી છોડી દેવાતા સ્થાનિક રહીશનું નોકરીએથી પરત ફરતી વેળાએ મોત નીપજ્યું હતું. આ મામલો CCTV ફૂટેજમાં (CCTV footage) કેદ થયો હતો.…

ભરૂચ (Bharuch) નગરપાલિકાનાં પ.વ.ડી વિભાગ દ્વારા ચિંગ્સપુરામાં ચેમ્બર બનાવી ખુલ્લી છોડી દેવાતા સ્થાનિક રહીશનું નોકરીએથી પરત ફરતી વેળાએ મોત નીપજ્યું હતું. આ મામલો CCTV ફૂટેજમાં (CCTV footage) કેદ થયો હતો. આરોપ છે કે મૃતકનાં પરિવારને તાત્કાલિક સહાયનો ચેક અને વિધવા મહિલાને નોકરી આપી બચવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ, જાગૃત નાગરિકોની માનવ પંચ અને પોલીસ મથકો સહિત અરજીઓનો ખડકલો થઈ રહ્યો છે.

ભરૂચનાં (Bharuch) એડવોકેટ અને માછી સમાજનાં પ્રમુખ કમલેશ મઢીવાલાએ ચિંગ્સપુરાની ખુલ્લી ચેમ્બરમાં ડૂબીને મોતને ભેટેલા મનોજ સોલંકી પ્રકરણમાં ભરૂચ નગરપાલિકાનાં (Bharuch Municipality) કસુરવાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે સરકાર તરફે ચીફ ઓફિસર ભરૂચ નગરપાલિકા ફરિયાદ દાખલ કરવામાં આવે અને માનવવદ મુજબ ફરિયાદ નોંધવામાં આવે તેવી માગ કરતી ફરિયાદ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ગુજરાત રાજ્ય ચીફ સેક્રેટરી, પ્રાદેશિક કમિશ્નર ગુજરાત સહિત લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં કરવામાં આવી છે અને મૃતકનાં પરિવારને એક કરોડ સુધીનું વળતર અને મૃતકની પત્ની અને બે દીકરીઓને કાયમી નોકરી આપવાની માગ કરી છે.

તો ભરૂચનાં જાગૃત નાગરિક અને નીતિન માને અને દિનેશ મકવાણા તરફથી ફરિયાદ દાખલ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં ચીંગ્સપુરાની (Chingspura) ચેમ્બર જેને પણ ખુલ્લી મૂકી દીધી હોય અને અધિકારીઓને ભાન હોય કે આ ચેમ્બરમાં પડી જવાથી કોઈપણ વ્યક્તિનું મોત થઈ શકે છે. તેમ છતાં પણ ચેમ્બર ખુલ્લી રાખી અને તેમાં મનોજ સોલંકીનું ખાબકી જવાનાં કારણે અને પાણીમાં ડૂબી જતા મોત થયું હોવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોય, જેથી સ્પષ્ટ ફલિત થાય છે કે અધિકારીઓ અને પદાધિકારીઓ અને કર્મચારીઓની લાપરવાહીના કારણે માનવ વદ થયું છે. સમગ્ર પ્રકરણમાં ગુનો દાખલ થાય તે માટે માનવ પંચ, હ્યુમન રાઈટ કમિશન, અનુસૂચિત આયોગ સહિત સ્થાનિક એ ડિવિઝન પોલીસ, ભરૂચ એસપી મયુર ચાવડા સહિત ઉચ્ચ કક્ષાએ અરજીઓનાં ખડકલાઓ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

 

આ પણ વાંચો – Surat : લ્યો બોલો…Ice Cream માં પણ MD ડ્રગ્સ! નવી મોડસ ઓપરેન્ડીનો થયો પર્દાફાશ

આ પણ વાંચો – VADODARA : શહેરમાં મહાકાય મગરનો ખોફનાક Video, ડુક્કરને દબોચી કર્યું એવું કે..!

આ પણ વાંચો – VADODARA : જળબંબાકારની સ્થિતિ! આવતી કાલે પણ સ્કૂલો બંધ, કાલાઘોડા બ્રિજ પર અવરજવર પર રોક!

Whatsapp share
facebook twitter