Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : અશક્ત દર્દીની સારવાર ગણતરીના ડગલા જ દુર હતી, છતાં લાચારી

03:06 PM May 09, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરાની સૌથી મોટી સરાકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL – VADODARA) માં માનવતા શર્મસાર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. એસએસજી હોસ્પિલમાં ઇનર્જન્સી વોર્ડ નજીક એક અશક્ત વૃદ્ધ સારવારની વાટ જોતો જમીન પર પડી રહેવા મજબુર બન્યા હોવાની ઘટના સામે આવી છે. લાચારી વશ આ વૃદ્ધની સારવાર માટે કોઇએ મદદ નહિ કરતા તે જમીન પર પડી રહેવા મજબુર બન્યા હતા. આ ઘટના એસએસજી તંત્રની સંદેસનશીલતા સમજવા માટે પુરતી છે.

જરૂરત હોવા છતાં લાચાર

મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે. અહિંયા વડોદરા જ નહિ પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર અર્થે આવે છે. અને સાજા થઇને જાય છે. આ થઇ એસએસજી હોસ્પિટલની એક હકીકત. બીજી હકીકત એ પણ છે કે, આ હોસ્પિટલના પરિસરમાં તેમજ આસપાસ અનેક લોકોને સારવારની જરૂરત હોવા છતાં તેઓ લાચાર અને બેબસ જમીન પર દિવસો કાઢતા હોવાનું ધ્યાને આવતું હોય છે. આવા જરૂરીયાતમંદ લોકોની મદદ માટે કોઇ આવતું નથી. અને લોકો મજબૂરીવશ લાંબો સમય સારવારની વાટમાં વિતાવી દેતા હોય છે.

વૃદ્ધની વ્હારે કોઇ આવ્યું ન હતું

એસએસજી હોસ્પિટલમાં વધુ એક વખત આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં હોસ્પિટલના ઇનર્જન્સી વોર્ડથી જુજ ડગલાં દુર એક અશક્ત વૃદ્ધ રસ્તા પર પડેલ જોવા મળ્યો હતો. આ વૃદ્ધ જાતે સારવાર માટે જઇ શકે તેમ ન હોવાથી તે કોઇની મદદની આશ રાખીને જે તે સ્થિતીમાં લાલારીવશ પડી રહ્યો હતો. હજારો લોકોની અવર-જવર ધરાવતા એસએસજી હોસ્પિટલના પરિસરમાં પડેલા અશક્ત વૃદ્ધની વ્હારે કોઇ આવ્યું ન હતું. હોસ્પિટલ તંત્રની સંવેદના સમજવા માટે આ કિસ્સો પુરતો છે.

વિશેષ વ્યવસ્થા હોવી જોઇએ

વડોદરાની સરકારી હોસ્પિટલમાં એલોન પેશન્ટ વોર્ડની તાતી જરૂરીયાત છે. જ્યાં કોઇ દર્દીનું પોતાનું કોઇ સગું સાથે ન હોય તો તેને સારવાર આપી શકાય. અન્ય શહેરોમાં સ્વયંસેવી સંસ્થાઓના વોલંટીયર્સના સહયોગથી આ પ્રકારે વિશેષ વ્યવસ્થા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ પ્રકારની વ્યવસ્થા વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પણ હોવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો — VADODARA : NEET પરીક્ષામાં ચોરી કૌભાંડમાં સામેલ પરશુરામ રોયની અટકાયત