Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : સનકી પ્રેમી જોડે બ્રેકઅપ કરતા તેણે હદ વટાવી, અભયમે હાથ જોડાવ્યા

04:23 PM May 09, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના છાણી વિસ્તારમાં સનકી પ્રેમી દ્વારા યુવતિને હેરાન-પરેશાન કરવામાં આવતી હોવાનો કિસ્સો અભયમ (FEMALE HELPLINE ABHAYAM – 181) પાસે પહોંચ્યો હતો. જે બાદ અભયમની ટીમ તાત્કાલિક પીડિતા સુધી પહોંચી હતી. અને તેની સ્થિતિ જાણી હતી. પછી સનકી પ્રેમીનું અસરકારક કાઉન્સિલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તેણે હાથ જોડી દીધા હોવાનું સામે આવ્યું છે.

રાત્રે ઘર આગળ આવીને ઉભો રહી જતો

અભયમ સુત્રોના જણાવ્યા અનુસાર, છાણી વિસ્તારમાં રહેતી પીડિતાનો કોલ આવ્યો હતો. તે જણાવે છે કે, છેલ્લા એક વર્ષથી તેણીને પ્રેમ સંબંધ હતો. પ્રેમીને ના કહી દેતા તે ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. અને પરેશાન કરતો હતો. આટલું જ નહિ પ્રેમી રાત્રે ઘર આગળ આવીને ઉભો રહી જતો હતો. જેથી સોસાયટીના લોકો યુવતિને ખરાબ નજરથી જોતા હતા. આ કિસ્સામાં યુવતિએ અભયમ મહિલા હેલ્પ લાઇન પર મદદ માંગી હતી.

તુ કોઇ છોકરાને મળવા ગઇ હોઇશ

અભયમની ટીમે સ્થળ પર પહોંચી સ્થિતી જાણવાનો પ્રયસ્ત કરતા ધ્યાને આવ્યું કે, યુવતિ એક વર્ષથી પ્રેમ સંબંધમાં હતી. તેણે કોલેજ જવું હોય તો પ્રેમી કોલ કરીને પરેશાન કરતો, તેણીની કોલ રીસીવ ન કરી શકે અને ક્લાસમાં હોય તો પ્રેમી કહેતો કે, તુ કોઇ છોકરાને મળવા ગઇ હોઇશ એટલે તું ફોન રીસીવ નથી કરતી. તું ભણવા નથી જતી. આમ કહી રોજ હેરાનગતિ થતી હતી.

યુવતિએ બ્રેકઅપ કરી દીધું

યુવકિ કોઇ ફ્રેન્ડ જોડે વાત કરે તો, યુવક બંનેને મારતો હતો. તેણે તેની કોઇ ઇજ્જત રાખી ન હતી. પ્રેમી કડક શબ્દોમાં કહેતો કે, તારે કોઇની જોડે ફ્રેન્ડશીપ રાખવી નહિ. એકલું જ રહેવાનું. નાની નાની વાતે ઝઘડો કરીને માર મારતો હતો. જેથી તેની જોડે યુવતિએ બ્રેકઅપ કરી દીધું હતું. જે કે, તે બાદ યુવક તેના ફોટો-વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. અને યુવતિને વારંવાર કોલ કરતો હતો. કોલ રિસિવ ન કરે તો તેના ઘર સામે આવીને ઉભો થઇ જતો હતો. જેથી સોસાયટીના લોકો યુવતિને ખરાબ નજરેથી જોતા હતા.

બાંહેધારી પત્ર લખી માફી માંગી

મામલે સમજ્યા બાદ અભયમની ટીમે પ્રેમીનું કાઉન્સિલીંગ કર્યું હતું. અને તેને સમજાવ્યું કે, જે વર્તન છે તે સારૂ નથી. ફોટો-વિડીયો વાયરલ કરવો સાયબર ક્રાઇમનો ગુનો બને છે. જે બાદ યુવકે યુવતિની હાથ જોડીને માફી માંગી લીધી હતી. અને ફરી ફોન નહિ કરૂ અને કોઇ પણ પ્રકારે હેરાનગતિ નહી કરૂ તેમ જણાવ્યું હતું. આખરમાં યુવકે બાંહેધારી પત્ર લખી માફી માંગી હતી.

આ પણ વાંચો — VADODARA : કોરોના કાળમાં રેમડેસીવીરની કાળાબજારીનો મુદ્દો કેમિસ્ટ એસો.ની ચૂંટણીમાં છવાયો