Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : અછોડા તોડીને તરખાટ મચાવનારા બે રીઢા ચોર ઝબ્બે, અન્ય ગુના પણ ઉકેલાયા

05:58 PM May 09, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં મતદાન પૂર્ણ થયાના બીજા જ દિવસે સવારે ચાર જગ્યાઓએ સોનાના અછોડા તુટવા (GOLD CHAIN SNATCHING) ની ઘટના સામે આવી હતી. જેને લઇને શહેર પોલીસ (VADODARA POLICE) પર અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. આ ઘટના બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) એક્શનમાં આવી છે. અને ગણતરીના સમયમાં જ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. સાથે જે તેમની પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. વધુમાં ક્રાઇમ બ્રાન્ચે અન્ય ચોરીના ગુનાઓ પણ ઉકેલી કાઢ્યા હોવાનું ક્રાઇમ બ્રાન્ચના એસીપી (VADODARA CRIME BRANCH – ACP) જણાવી રહ્યા છે.

ક્રાઇમ બ્રાન્ચની ચાર ટીમો કામે લાગી

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ACP જણાવે છે કે, લોકસભાની ચૂંટણી બાદ મતપેટીઓ જમા કરાવવા માટે મોડી રાત સુધી પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો. જે સ્થિતીનો લાભ લઇને 8 મી તારીખે વહેલી સવારે બે આરોપીએ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેઇન સ્નેચીંગના ગુનાઓને અંજામ આપ્યો હતો. તેમણે એકી સાથે રાવપુરા, ફતેગંજ અને સયાજીગંજ પોલીસ મથક વિસ્તારમાં સવારે ચાલવા નિકળેલા લોકોને શિકાર બનાવ્યા હતા. બાઇક પર જઇને સોફ્ટ ટાર્ગેટની ચેઇન તફડાવી દીધી હતી. આ અંગેની ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચની ચાર ટીમો તેમને શોધવા કામે લાગી હતી. ટીમો દ્વારા ભોગ બનનારની પુછપરછ, આરોપીઓનો હુલીયો, બાઇકની ઓળખ, સીસીટીવી સહિતની માહિતી એકત્ર કરી હતી. આજે આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે.

મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો

વધુમાં તેમણે ઉમેર્યું કે, બે આરોપીઓને વડોદરાના છે, કબીરસિંગ સિકલીગર અને સૈનિસીંગ સિકલીગરને રણોલી ખાતેથી ઝડપી પાડ્યા છે. સૈનિસીંગ સંબંધે સાળો થાય છે, અને તે જુનાગઢનો છે. તેમની પાસેથી તુટેલી હાલતમાં સોનાની ચેઇનો મળી આવી છે. કુલ મળીને રૂ. 2 લાખનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે. આ સાથે તેણે અન્ય ઘરફોડ ચોરીનો સામાન પણ મળી આવ્યો છે. તેની પાસેથી બે ઘડિયાળ મળી આવી છે. આ ઘડિયાળ એક ગોત્રી પોલીસ મથક અને ફતેગંજ પોલીસ મથક વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીની હોવાની તેણે કબુલ કર્યું છે. આમ, બે ચોરી પણ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. તેની પાસેથી તલવાર મળી આવી છે, જે તેણે ગોત્રી વિસ્તારમાં ચોરી દરમિયાન મેળવી હતી.

રણોલીથી બંનેને દબોચી લેવામાં આવ્યા

વધુમાં તેઓ જણાવે છે કે, આ બંને રીઢા ગુનેગારો છે, કબીરસિંગ 13 ગુનામાં પકડાયેલો છે. તેનો બનેવી 10 જેટલા ગુનાઓમાં જુનાગઢ, રાજકોટ, સુરતમાં ઘરફોડ સહિત અન્યત્રે પકડાયેલો છે. બંનેની એમઓ આ પ્રકારના ગુનાની છે. ભોગ બનનારની પુછપરછમાં ધ્યાને આવ્યું કે, એક જ ટીમ દ્વારા ચેઇન સ્નેચીંગ કરવામાં આવ્યું હતું. નંબર પ્લેટ વગરની બાઇક અને મોઢા પર માસ્ક પહેર્યું છે. ઘટના સ્થળ નજીકના સીસીટીવીની પણ તપાસમાં મદદ મળી હતી. તેમના જવાના સંભવિત રૂટ અંગે વિચારણા બાદ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. રણોલીથી બંનેને દબોચી લેવામાં આવ્યા છે. બાઇક કબીરસિંગના પોતાના નામનું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો — VADODARA : તારા દાદા પાસેથી ઉછીના લીધેલા રૂપિયા આપી દીધા છે, તો…..