Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : કોરોના કાળમાં રેમડેસીવીરની કાળાબજારીનો મુદ્દો કેમિસ્ટ એસો.ની ચૂંટણીમાં છવાયો

03:46 PM May 09, 2024 | PARTH PANDYA

VADODARA : આજે વડોદરા (VADODARA) માં કેમિસ્ટ એસોશિયેશનના (CHEMIST ASSOCIATION) પ્રમુખ સહિતના પદ માટેની ચૂંટણી યોજાઇ છે. જેમાં રેમડેસીવીરની કાળા બજારીનો મુદ્દો છવાયો છે. હાલના સત્તાધીશો છેલ્લા 17 વર્ષથી સાશન કરી રહ્યા છે. તેઓ વધુ એક વખત પુનરાવર્તનની આશા સેવી રહ્યા છે. તો બીજી તરફ વિરોધીઓ 17 વર્ષના કુસાશનનો અંત લાવવા માટે કટિદ્ધ બન્યા છે. હવે આ મામલે કોની જીત થાય છે તે તો આવનાર સમય જ બતાવશે.

ચૂંટણીને લઇને મતદાન યોજાયું

વડોદરામાં કેમિસ્ટ એસોશિયેશનની ચૂંટણી યોજાઇ રહી છે. તેમાં પ્રગતિ પેનલ અને પરિવર્તન પેનલ સામસામે લડી રહ્યા છે. પ્રગતિ પેનલ છેલ્લા 17 વર્ષથી શાસનમાં છે. જ્યારે પ્રગતિ પેનલ આ વખતે કોરોના કાળમાં રેમડેસીવીરની કાળા બજારી સહિતના મુદ્દાઓ સાથે ચૂંટણીમાં ઉતરી છે. આજે સવારથી જ કારેલીબાગના બ્રહ્મભટ્ટ છાત્રાલયમાં ચૂંટણીને લઇને મતદાન યોજાઇ રહ્યું છે.

ઐતિહાસીક વિજય અપાવશે

હાલના પ્રમુખ અને પ્રગતિ પેનલના ઉમેદવાર, અલ્પેશ પટેલ જણાવે છે કે, કેમિસ્ટ એસો.નુ મતદાન થઇ રહ્યું છે. સવારના ત્રણ કલાકમાં 30 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. મતદારોમાં ખુબ ઉત્સાહ છે, ચાલુ દિવસ હોવા છતા લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. કેમિસ્ટ એસો.માં ભણેલા ગણેલા વેપારીઓ છે, તેઓ મતદાનને લઇને જાગૃત છે. ગરમી અને દુર દુર વડોદરા-છોટા ઉદેપુર જિલ્લામાંથી આવતા 1200 મતદારો પૈકી 1000 મતદાન કરે તેવી આશા છે. જે લોકો આવી શકે તેમ નથી તેઓ જ મતદાન નહિ કરે. 17 વર્ષથી જેમ પ્રગતિ પરિવારને સપોર્ટ કર્યો છે, તેમ પુનરાવર્તન કરીને ઐતિહાસીક વિજય અપાવશે. દાજી બ્રહ્મભટ્ટ છાત્રાલયમાં ચૂંટણી યોજાઇ રહી છે. એસો. ચેરીટી કમિશનરમાં નોંધાયેલી સંસ્થા છે. કુલ 5 બેટેલથી વોટીંગ કરવાનું હોય છે.

તમામ પરિવર્તન ઝંખી રહ્યા છે

પરિવર્તન પેનલના ઉમેદવાર મનીષ પટેલ જણાવે છે કે, 17 વર્ષના કુશાસનનો અંત લાવવાનું 1200 મતદારોએ નિશ્ચિત કર્યું છે. શરૂઆતના સમયમાં થયેલું જંગી મતદાન 350 થી વધુનું મદતાન થઇ ગયું છે. મતદાનનો ઉત્સાહ પરિવર્તનના લહેરનો સંકેત આપે છે. બે તૃતિયાંશ મતોથી પરિવર્તન પેનલ જીતે છે. કેમિસ્ટ મિત્રો અને શહેરીજનો વચ્ચે સમન્વય સાધીશું. કોરોના કાળમાં રેમડેસીવીરના કાળાબજારીના કિસ્સામાં અમે સામે લડી રહ્યા છે. લોકોનો ખોબે ખોબે મત મળી રહ્યો છે. મતદારો આરામદાયક રીતે મત આપી શકે તે માટે 5 ટેબલની વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. તમામ પરિવર્તન ઝંખી રહ્યા છે.

આ પણ વાંચો — VADODARA : અશક્ત દર્દીની સારવાર ગણતરીના ડગલા જ દુર હતી, છતાં લાચારી