+

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીઓ અને ઉદ્યોગો વચ્ચે સેટિંગ ?

સરદાર સરોવર નર્મદા નિગમનો રેઢિયાળ વહિવટ બહાર આવ્યો છે. રાજ્યના 114 ઉદ્યોગો પાસે 3,349 કરોડની રકમ બાકી છે અને આટલી અધધધ કરોડની રકમ છતાં ચૂકવવામાં ઉદ્યોગોના ગલ્લાતલ્લાં જોવા મળ્યા છે…

સરદાર સરોવર નર્મદા નિગમનો રેઢિયાળ વહિવટ બહાર આવ્યો છે. રાજ્યના 114 ઉદ્યોગો પાસે 3,349 કરોડની રકમ બાકી છે અને આટલી અધધધ કરોડની રકમ છતાં ચૂકવવામાં ઉદ્યોગોના ગલ્લાતલ્લાં જોવા મળ્યા છે અને તેના પગલે નર્મદા નિગમનું ઉદ્યોગો સામે કંઇ ચાલતું ના હોવાનો પર્દાફાશ થયો છે. સામાન્ય જનતા સામે શૂરા બનતા સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ ઉદ્યોગો પાસેથી બાકી રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા છે.  જો રાજ્યની સુધરાઈઓ પાણીનું બિલ ન ચૂકવે તો પાણીકાપની સ્થિતિ સર્જાશે પણ નર્મદા નિગમના અધિકારીઓએ ઉદ્યોગો સામે હથિયાર હેઠા મુકી દીધા છે.

એમડી મુકેશ પુરીનું મૌન 

નર્મદા નિગમના એમડી મુકેશ પુરી આ બાબતે મૌન સેવી રહ્યા છે અને જાણે કે આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. નર્મદા નિગમના ડિરેક્ટર પી.સી. વ્યાસ પણ  લાલિયાવાડી સામે ચૂપ છે. અધિકારીઓનું મૌન જ બતાવે છે કે કશું રંધાઇ રહ્યું છે. સવાલ એ થઇ રહ્યો છે કે શું નિગમના અધિકારીઓ અને ઉદ્યોગો વચ્ચે કંઇક સેટિંગ થઇ ગયું છે કે શું

 નિગમના બાબુઓ અને ઉદ્યોગપતિઓ વચ્ચે સેટિંગ

સામાન્ય જનતા સામે ઢોલ ટીપતું તંત્ર ઉદ્યોગો સામે લાચાર બની ગયું છે. ઉદ્યોગો સામે સરદાર સરોવર નિગમ આંખ આડા કાન કરી રહ્યું છે. રાજ્યના 114 ઉદ્યોગો પાસે 3,349 કરોડની રકમ બાકી છે. કરોડોની રકમ છતાં ચૂકવવામાં ઉદ્યોગોના ગલ્લાતલ્લાં છે પણ નિગમના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. મોટાપાયે સેટિંગને લીધે ઉદ્યોગો સામે SSNNL મૌન છે અને તેથી જ નિગમના બાબુઓ અને ઉદ્યોગપતિઓ વચ્ચે સેટિંગ હોવાનું જણાઇ રહ્યું છે.

 

એમડી મુકેશ પુરી અને ડિરેક્ટર પી.સી. વ્યાસની ભૂંડી ભૂમિકા

પ્રજા સવાલ પુછી રહી છ કે નિગમના અધિકારીઓનું ઉદ્યોગો સામે ચાલતું નથી એટલે આમજનતાને દબાવશો? ઉદ્યોગો પાસે હજારો કરોડના નાણાં વસૂલવામાં કેમ તાગડધિન્ના કરાઇ રહ્યા છે. જો સુધરાઇઓ પાણીનું બિલ ના ચૂકવે તો તેમના વીજ કનેક્શન કાપી નાખવાની ધમકી અપાય છે અને કેટલાક કિસ્સામાં તો કનેક્શન કાપી પણ લેવામાં આવે છે પણ ઉદ્યોગો સામે આ જ નિગમના અધિકારીઓ મીંદડી બની જાય છે. સામાન્ય જનતા નિગમના અધિકારીઓના આ સેટિંગ વિશે જાણી ગઇ છે અને તેથી જ સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓના વ્યાપક ભ્રષ્ટાચાર સામે સવાલો ુભા થઇ રહ્યા છે. નર્મદા નિગમના એમડી મુકેશ પુરી અને ડિરેક્ટર પી.સી. વ્યાસની ભૂંડી ભૂમિકા પર સવાલ થઇ રહ્યા છે.

નર્મદા નિગમની કચેરીએ મુકેશ પુરી હાજર જ હોતા નથી

નર્મદા નિગમનો વધારાનો હવાલો નથી સંભાળી શકતા મુકેશ પુરી એમ લાગી રહ્યું છે. કારણ કે મુકેશ પુરી પાસે વધારાનો હવાલો છે એટલે તેઓ નર્મદા નિગમમાં ધ્યાન આપતા નથી . IAS મુકેશ પુરી પાસે ગૃહ વિભાગની મુખ્ય જવાબદારી છે. નિગમના અધિકારીઓ અને મળવા આવતા લોકોની ફિયાદ છે કે નર્મદા નિગમની કચેરીએ મુકેશ પુરી હાજર જ હોતા નથી અને તેથી તેમની પાસેથી આ વધારાનો હવાલો લઇ લેવો જોઇએ.

ગુજરાતમાં શહેરી અને ગ્રામિણ વિસ્તારોના ઘરેલુ નાગરિકોને સરદાર સરોવરમાંથી પીવાનું, ઘર વપરાશનું તેમજ ઔદ્યોગિક એકમોના વપરાશ માટે જીજીગ્દન્ દ્વારા જળસંપત્તિ વિભાગને પાણી પુરૂ પાડે છે. આ વિભાગ પોતાના તાબા હેઠળ રહેલા ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ GWSSB મારફતે શહેરી નાગરિક સેવાઓનું સંચાલન કરતી નગરપાલિકાઓ અને ઔદ્યોગિક વસાહતોને પાણી પુરું પાડે છે. જેના માટે દરેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તેમજ ઔદ્યોગિક વસાહતો માટે દર 1,000 લિટરે ચાર્જ નક્કી છે. જેમાં દરવર્ષે વધારો પણ થાય છે.

આવી નગરપાલિકાઓ અને ઔદ્યોગિક વસાહતો લાંબા સમયથી GWSSBને પાણીપેટે કરોડો રૂપિયાનું બીલ ચુકવી રહી નથી. એ કારણોસર SSNLને ચૂકવવાની થતી બાકી બીલપેટેની રકમ ઓગસ્ટ- 2023ના અંતે વધીને રૂ.961 કરોડ 74 લાખ વોટર ચાર્જીંસ પેટે અને રૂ3,349 કરોડ  પેનલ્ટી એમ કુલ મળી 1,297 કરોડ  પાર થઈ છે. જેથી ACS મુકેશ પુરીએ જળસંપત્તિ સચિવને બાકી રહેલા રૂપિયા તત્કાળ ચુકવાય તે માટે સંબંધિતોને સુચના આપવા આદેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં નર્મદાના બાકી રહેલા વોટર ચાર્જીંસની વસૂલાત ન થતા તત્સમયે જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જે ઔદ્યોગિક એકમો પાણી વેરા અને તેની પેનલ્ટી ચુકવી રહ્યા નથી તેવા એકમોની મિલકતો ઉપર બોજો દાખલ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના ત્રણ વર્ષ પછી પણ કડક ઉઘરાણીના અભાવે મુદ્દલ વત્તા પેનલ્ટીની રકમમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. આથી, હવે જળસંપત્તિ વિભાગ બાકીદારો પાસે કકડ વસૂલાત કરે છે કે કેમ તેના પર સૌની નજર છે.

આ  પણ  વાંચો –નાનાએ અભ્યાસ માટે અમેરિકા બોલાવ્યો અને દોહિત્ર જ બન્યો કાળ..! વાંચો, હ્રદયસ્પર્શી અહેવાલ

Whatsapp share
facebook twitter