અહેવાલ –
ચોરવાડ યુવાનનો આપઘાત મામલે ચોંકાવનારા ખુલાસા આવ્યા સામે આવ્યા છે. આપઘાત કરનાર યુવકનો ફોરેન્સિક રિપોર્ટ આવ્યો સામે આવ્યો છે. જેમાં યુવાનનું ગળાફાંસો ખાઇ જતા મૃત્યુ થયું હોવાનો ખુલાસો થયો છે. ગળાફાંસો ખાતા પહેલા મૃતકે સ્યુસાઇડ નોટ લખી હતી.
જૂનાગઢના ચોરવાડમાં યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા ખળભળાટ મચ્યો હતો. આ ઘટનામાં ગીર સોમનાથ ના ધારાસભ્યનું નામ આપ્યું હતું. ધારાસભ્ય વિમલ ચૂડાસમા સહિત 3 લોકો મારી નાંખવાની ધમકી આપતા હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો ત્યારે આજે મૃતકનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં યુવાનનું ગળાફાંસો ખાઇ જતા મૃત્યુ થયું હોવાનો ખુલાસો થયો છે.
ચોરવાડ યુવાનનો આપઘાત મામલે ચોંકાવનારા ખુલાસા આવ્યા સામે આવ્યા છે. આપઘાત કરનાર યુવકનો ફોરેન્સિક રિપોર્ટ આવ્યો સામે આવ્યો છે. જેમાં યુવાનનું ગળાફાંસો ખાઇ જતા મૃત્યુ થયું હોવાનો ખુલાસો થયો છે. ગળાફાંસો ખાતા પહેલા મૃતકે સ્યુસાઇડ નોટ લખી હતી. જે પત્નીને વોટસએપમાં મોકલી હતી. આ સાથે છેલ્લા બે વર્ષથી માતા પિતા અને મોટાભાઈ સાથે કોઈ સંબંધ ન હોવાનો ખુલાસો થયો છે. પોલીસે મૃતક અને તેના પત્નીનો મોબાઇલ લીધો કબજે. બંને કબજે લેવાયેલા મોબાઈલ ને FSL માં મોકલાયા છે.
જાણો શું હતું સ્યુસાઈડ નોટમાં
સ્યુસાઈડ નોટમાં પ્રાચીના રહેવાસી ભનુ કવા અને મનુ કવા ઉપરાંત ધારાસભ્ય વિમલ ચુડાસમા એમ કુલ 3 વ્યક્તિઓના નામ છે. આ ત્રણ જણના ત્રાસને લીધે મૃતકે આત્મહત્યા કરી હોવાનો નોટમાં ઉલ્લેખ છે. આ સ્યુસાઈડ નોટ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ ગઈ છે.
જાણો શું કહ્યું હતું વિમલ ચુડાસમાએ
આ સમગ્ર મામલે ધારાસભ્ય વિમલ ચુડાસમા પોતાના વિરુદ્ધ કોઈ ષડયંત્ર થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતુ. સીસીટીવી ફૂટેજમાં અજાણ્યા સખ્શો મૃતદેહને હોસ્પિટલ લાવ્યા હોવાનું બહાર આવ્યું છે. તેમજ સ્યુસાઈડ નોટમાં કેટલીક વાતો અંગ્રેજીમાં લખી છે. મૃતકને અંગ્રેજી આવડતું જ નહતું તેવો દાવો ધારાસભ્ય કરી રહ્યા છે. મૃતકના શરીરના કેટલાક અંગો પર માર મારવાના નિશાન પણ જોવા મળ્યા છે. તેમજ મૃતકનો મોબાઈલ પણ લાપતા છે જેને પોલીસ શોધે અને કોલ ડિટેલ્સ તપાસે તેવી માંગણી વિમલ ચુડાસમા કરી હતી.
આ પણ વાંચો -ગોંડલમાં ઘરે ઘરે ખાટલા, હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાઇ, મચ્છરજન્ય રોગચાળો વકર્યો