+

Saurashtra Earthquake: ભર ઉનાળે ગીર-સોમનાથમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા

Saurashtra Earthquake: ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગીર-સોમનાથમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરના સમયે 4 મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો એક આંચકો 3:14 વાગ્યે 3.7 ની તીવ્રતાનો અનુભવાયો હતો.…

Saurashtra Earthquake: ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગીર-સોમનાથમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરના સમયે 4 મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો એક આંચકો 3:14 વાગ્યે 3.7 ની તીવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ભૂકંપનો બીજા આંચકો 3.18 વાગ્યે તીવ્રતા 3.4 નો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વમાં નોંધાયું હતું. આ અંગે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે માહિતી આપી છે.

  • 4 મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા

  • પહેવો આંચકો 3.7 ની તીવ્રતાનો અનુભવાયો

  • બીજો આંચકો 3.4 ની તીવ્રતાનો અનુભવાયો

ગીર સોમનાથના તાલાલાની આસપાસમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઈને આ વિસ્તારના લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે ભૂકંપના કારણે હજુ સુધી જાનમાલને નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. જોકે આ ભૂકંપના આંચકા સાસણ ગીર સુધી અનુભવાયા હતા.

આ પણ વાંચો: Bharuch બેઠક પર મામા-ભાણેજ વચ્ચે કાંટાની ટક્કર

ભૂકંપ સમયે બચવાના મહત્વના ઉપાય

  • ભૂકંપ સમયે તમે જો ઘર, ઓફિસ કે કોઈ બિલ્ડિંગમાં હોવતો તુરંત જ ત્યાંથી બહાર નીકળો
  • ભૂકંપ આવવા પર ખુલ્લા મેદાનમાં જતુ રહેવું, જ્યાં આસપાસમાં બિલ્ડિંગ ન હોય
  • જો તમે ઘરની બહાર ન નીકળી શકો તો કોઈ ટેબલ કે બેડની નીચે સંતાઈ જવું
  • જો તમે વાહન ચલાવતા હોવ તો તેને રોકીને કોઈ સુરક્ષિત જગ્યાએ પાર્ક કરો અને તેમાં જ રહો
  • કોઈ બિલ્ડિંગની નીચે ઉતરતી વખતે લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરવો
  • આવા સમયે હંમેશા સીડીઓનો ઉપયોગ કરવો જોઈએ
  • કાંચની બારીઓ અને દરવાજાથી દૂર રહો
  • પરિવારન સભ્યોને ભૂકંપ વિશે માહિતી આપો

આ પણ વાંચો: AHMEDABAD એરપોર્ટથી હવે સીધી વડોદરાની GSRTC બસ સેવા શરૂ કરાશે, જાણો વિગત

Whatsapp share
facebook twitter