+

Sabarkantha Madrasa: સાબરકાંઠા ડી.ઓ. એ ત્રણ તાલુકાઓમાં ચાલતી 06 મદ્રેસાઓની તપાસ શરૂ કરી

Sabarkantha Madrasa: સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં અનેક ઠેકાણે મદ્રેસાઓ ધમધમી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની ચુંટણીનું મતદાન પૂર્ણ થયા પછી રાજય સરકારના શિક્ષણ વિભાગે સમગ્ર રાજયમાં ચાલતી મદ્રેસાઓની વિગતો…

Sabarkantha Madrasa: સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં અનેક ઠેકાણે મદ્રેસાઓ ધમધમી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની ચુંટણીનું મતદાન પૂર્ણ થયા પછી રાજય સરકારના શિક્ષણ વિભાગે સમગ્ર રાજયમાં ચાલતી મદ્રેસાઓની વિગતો સત્વરે બે દિવસમાં મોકલી આપવા આદેશ કર્યો છે. જેના પગલે સાબરકાંઠા ડી.ઓ. એ શનિવાર સુધીમાં ત્રણ તાલુકાઓમાં ચાલતી 06 મદ્રેસાઓની તપાસ શરૂ કરી દીધી છે.  જેના માટે ત્રણ ટીમો બનાવાઈ છે.

  • સાબરકાંઠામાં ચાલતી મદ્રેસાઓની તપાસનો ધમધમાટ

  • જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ત્રણ ટીમો બનાવાઈ

  • તપાસનો ખાનગી અહેવાલ રાજય સરકારને મોકલાશે

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ એક વાતચીતમાં જણાવ્યા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ખાસ કરીને વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્મા પંથકમાં છેલ્લા ગણા વર્ષોથી મદ્રેસાઓ ચાલી રહી છે. જયાં સરકારને એવી આશંકા છે કે આ મદ્રેસાઓના કેટલાક સંચાલકો દ્વારા 14 વર્ષના બાળકોને પાયાનું શિક્ષણ મળે છે કે નહીં તે અંગે તપાસ કરવા માટે રાજય સરકાર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને બે દિવસમાં તપાસ પૂર્ણ કરીને તેનો ખાનગી અહેવાલ રાજય સરકારના શિક્ષણ વિભાગને મોકલી આપવા માટે આદેશના ભાગરૂપે જિલ્લાના ત્રણ તાલુકાઓમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Rajkot : સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ યથાવત

ભૌતિક સુવિધાઓની પણ ચકાસણી કરાઈ હતી

તપાસ દરમ્યાન શિક્ષણાધિકારીએ બનાવેલી ત્રણ ટીમોએ જિલ્લાના વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્મા તાલુકામાં ચાલતી 06 મદ્રેસાઓની મુલાકાત લઈને તપાસ કરી હતી. જેમાં પોશીના તાલુકાની 03, વિજયનગરની 01 અને ખેડબ્રહ્મા તાલુકામાં ચાલતી 02 મદ્રેસાઓની તપાસ કરાઈ હતી. તપાસ દરમ્યાન આ મદ્રેસાઓમાં ભણતા બાળકોને ધાર્મિક શિક્ષણની સાથે સામાન્ય જ્ઞાન વધે તે માટે પણ શિક્ષણ અપાઈ રહયુ છે. ભૌતિક સુવિધાઓની પણ ચકાસણી કરાઈ હતી. બે દિવસની તપાસ બાદ શનિવારે તેનો અહેવાલ રાજયના શિક્ષણ વિભાગને મોકલી અપાયો છે.

આ પણ વાંચો: Rajkot માં 3 માસની બાળકી સાથે ભુવાએ આ શું કર્યું..? આ અંધશ્રદ્ધા મારી નાખશે..!

બાળકોની બાકી ફીના નામે પરિણામ અટકાવી દેતા હોવાની ચર્ચા

જોકે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં અન્ય કેટલી મદ્રેસાઓ ચાલે છે. તેની પણ આગામી દિવસોમાં તપાસ કરાશે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં સરકારની પરવાનગી વગર પ્લે-સ્કુલ, ખાનગી સ્કુલોમાં રમત-ગમતના મેદાન નિયમ મુજબના નથી તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે સરકારે પણ તેની તપાસ કરવી જોઈએ. કેટલીક ખાનગી અથવા તો ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક શાળાઓના સંચાલકો મનમાની કરીને કેટલાક બાળકોની બાકી ફીના નામે પરિણામ અટકાવી દેતા હોવાની ચર્ચા પછી હજુ સુધી તપાસ થઈ છે કે નહીં તે વિચાર માંગી લેતો સવાલ છે. આગામી જૂન મહિનામાં નવુ સત્ર શરૂ થવાનું છે ત્યારે સરકારે અમલી બનાવેલા નિયમોનું ચુસ્ત પાલન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

અહેવાલ  – યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો: Museum Day: તેજગઢમાં Museum of Voice ના આધારે લોકોને સંસ્કૃતિ અને પરંપરાને પ્રોત્સાહન અપાઈ રહ્યું

Whatsapp share
facebook twitter