+

Rajkot Gamezone fire : લોકો પાસેથી રૂ. પડાવનાર ભ્રષ્ટ સાગઠિયા પાસેથી જેલમાં માથાભારે શખ્સે લાખો પડાવ્યાં!

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamezone fire) આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા હાલ રાજકોટ જેલમાં છે. જો કે, જેલમાં મનસુખ સાગઠિયાને કડવો અનુભવ થયો હોવાની માહિતી છે. જેલમાં…

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamezone fire) આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા હાલ રાજકોટ જેલમાં છે. જો કે, જેલમાં મનસુખ સાગઠિયાને કડવો અનુભવ થયો હોવાની માહિતી છે. જેલમાં માથાભારે શખ્સે પૂર્વ TPO સાગઠિયાને બાથરૂમ પાસે દબોચ્યો હતો અને રૂ. 4 લાખની માગણી કરી હતી. ઉપરાંત, સાગઠિયા વિરુદ્ધ ACB બાદ IT વિભાગે (IT Department) પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જેલમાં માથાભારે શખ્સે રૂ. 4 લાખની માગણી કરી

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamezone fire) બાળકો સહિત 27 લોકો જીવતા ભૂંજાયા હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. આ કેસની તપાસમાં પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની (TPO Mansukh Sagathia) ધરપકડ કરવામાં આવી હતી. હાલ સાગઠિયા રાજકોટ જેલમાં છે. ત્યારે માહિતી મળી છે કે, જેલમાં (Rajkot Jail) પૂર્વ TPO સાગઠિયાને ખૂબ જ કડવો અનુભવ થયો છે. જેલમાં હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલા એક માથા ભારે શખ્સે સાગઠિયાને બાથરૂમ પાસે દબોચ્યો હતો અને રૂ. 4 લાખની માગણી કરી હતી. સામા કાંઠા વિસ્તારનાં માથાભારે શખ્સે એટલું દબાણ કર્યું કે સાગઠિયાએ બહારથી રૂ.4 લાખની વ્યવસ્થા કરવી પડી હતી. આમ, ભ્રષ્ટાચાર આચરી અને લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રૂપિયા પડાવનાર સાગઠિયાને માથાભારે શખ્સને રૂપિયા આપવાની ફરજ પડી હતી.

ACB બાદ હવે IT વિભાગે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો

બીજી તરફ આરોપી સાગઠિયા વિરુદ્ધ ACB બાદ હવે IT વિભાગે (IT department) પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની (Rajkot Crime Branch) તપાસ દરમિયાન મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી કરોડો રૂપિયાની રોકડ અને સોનું મળી આવ્યું હતું. આ મામલે હવે IT વિભાગે તપાસ આદરી છે. માહિતી મુજબ, સાગઠિયાની ઓફિસમાંથી 400 થી વધુ ઘરેણાં મળ્યા હતા, જેમાં 200 ગ્રામ સોનાના હાર, 800 ગ્રામ સોનાનો કંદોરો સામેલ હતા. રૂપિયાનાં બદલે સાગઠિયા દાગીના લેતો હતો કે કેમ ? તેની તપાસ કરાશે. સાગઠિયાના સોનાની ખરીદીનો રેલો જ્વેલર્સ સુધી પહોંચી શકે તેવી ચર્ચા છે.

 

આ પણ વાંચો – Rajkot Gamezone Fire : પૂર્વ TPO સાગઠિયાનો જમણો હાથ રિંકુ કોણ ? BJP ના 2 નેતા આરોપીના સંપર્કમાં!

આ પણ વાંચો – રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટા સમાચાર! બે તત્કાલીન PI ને કરાયા સસ્પેન્ડ

આ પણ વાંચો – Kheda : કોન્ટ્રાક્ટર કનુ પટેલના આપઘાતથી કોન્ટ્રાક્ટર્સ એસો. લાલઘુમ, CM ને કરી આ રજૂઆત

Whatsapp share
facebook twitter