+

Rain in Gujarat : છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં મેઘમહેર, કડીમાં 5 ઇંચ ખાબક્યો વરસાદ

Rain in Gujarat : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ મહેસાણાના કડીમાં (Kadi) 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે સાબરકાંઠાના (Sabarkantha) ઇડરમાં સાડા 3…

Rain in Gujarat : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ મહેસાણાના કડીમાં (Kadi) 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે સાબરકાંઠાના (Sabarkantha) ઇડરમાં સાડા 3 ઇંચ, ભરૂચના (Bharuch) હાંસોટ અને નેત્રંગ 2 ઇંચ, મહેસાણાના (Mehsana) જોટાણામાં પોણા 2 ઇંચ, પ્રાંતિજમાં દોઢ ઇંચ, અરવલ્લીના (Aravalli) ભિલોડામાં 1.5 ઇંચ અને અન્ય તાલુકામાં અડધાથી 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

જાહેર માર્ગે પાણી ભરાતા લોકોને હાલાકી

છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ

રાજ્યમાં ઠેર ઠેર મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. કયાંક ધોધમાર તો કયાંક મધ્યમ વરસાદ થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 જેટલા તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ કડીમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના ઇડરમાં સાડા 3 ઇંચ, મહેસાણાના જોટાણામાં પોણા 2 ઇંચ, ભરૂચના હાંસોટ અને નેત્રંગ 2 ઇંચ, અરવલ્લીના ભિલોડામાં (Bhiloda) 1.5 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં દોઢ ઇંચ અને અન્ય તાલુકામાં અડધાથી 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. અરવલ્લીના ભિલોડામાં સતત બે દિવસથી રાત્રી દરમિયાન વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત, લીલછા, ખલવાડ, માંકરોડા સહિતના ગામમાં પણ વરસાદ થતા પાણી ભરાયા છે. ભારે વરસાદથી મેશ્વો નદીમાં નવા નીરની આવક થઈ છે. વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થયો છે.

ઈડરના પર્વતો ઉપરથી ઝરણાં વહેતાં થયાં

દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ (Rain in Gujarat) જામ્યો છે. બનાસકાંઠાના (Banaskantha) દાંતામાં 2 કલાકમાં સાડા 3 ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા 2 કલાકમાં 28 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સતલાસણા, ખેડબ્રહ્મા, વડાલીમાં 1-1 ઈંચ, ઝઘડિયા, વિજયનગર, ગરૂડેશ્વરમાં અડધો ઈંચ અને નાંદોદ, મેંદરડા અને તિલકવાડામાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના ઇડરમાં આજે છેલ્લા 3 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઈડરના પર્વતો ઉપરથી ઝરણાં વહેતાં થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.

 

આ પણ વાંચો – Monsoon in Gujarat : આજે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, બે જળાશયો છલકાતાં હાઈ એલર્ટ!

આ પણ વાંચો – Rain in Gujarat : 24 કલાકમાં 178 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો – Ahmedabad: પથ્થરમારાની ઘટના મામલે કોંગ્રસના ધારાસભ્ય સહિત NSUIના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ

Whatsapp share
facebook twitter