ગુજરાતભરમાં (Gujarat) શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ જિલ્લાઓમાં મહાપૂજા, આરતી, મહાપ્રસાદ, લોક-ડાયરો, સંગીત સહિતના કાર્યક્રમો યોજાયા હતા. દરમિયાન જુનાગઢમાં (Junagadh) પણ શિવરાત્રીના મેળા દરમિયાન એક લોક ડાયરા અને સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પરંતુ, આ કાર્યક્રમમાં PSI નો એક ચર્ચાસ્પદ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં PSI ભજનના ઉત્સાહમાં ભાન ભૂલી ભજનીક પર રૂપિયાનો વરસાદ કરતા (PSI YP Hadiya Viral video) નજરે પડી રહ્યા છે. આ વીડિયો સામે આવતા હવે અનેક તર્ક -વિતર્ક થઈ રહ્યા છે.
જૂનાગઢમાં PSIનો રૂપિયા ઉડાવતો વીડિયો વાયરલ
ભજનના ઉત્સાહમાં ભાન ભૂલી PSIએ ઉડાવ્યા રૂપિયા
PSI વાય.પી.હડિયાનો રૂપિયા ઉડાવતો વીડિયો
ભારતી આશ્રમ ખાતે ભજનીક પર કર્યો રૂપિયાનો વરસાદ
શિવરાત્રિના મેળા દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં ઉડાવ્યા રૂપિયા#Gujarat #Junagadh #ViralVideo #PSI… pic.twitter.com/S16Ok53sh9— Gujarat First (@GujaratFirst) March 10, 2024
મહાશિવરાત્રિ (Mahashivratri) પર્વ નિમિત્તે જુનાગઢમાં ભારતી આશ્રમ (Bharti Ashram) ખાતે લોક ડાયરા-સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી (Kirtidan Gadhvi) સહિત અનેક જાણીતા કલાકારોએ પોતાના સૂર રેલાવ્યા હતા. જો કે, આ કાર્યક્રમનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો છે અને ચર્ચાનો વિષય બન્યો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહ્યા હતા. ત્યારે PSI વાય.પી.હડિયા (PSI YP Hadiya) સહિત કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારી અને પોલીસકર્મીઓની પણ હાજરી હતી. આ કાર્યક્રમના વાઈરલ થયેલા વીડિયોમાં PSI વાય.પી.હડિયા ભજનીક રૂપિયાનો વરસાદ કરતા નજરે પડી રહ્યા છે.
PSI એ ભજનીક પર ચલણી નોટોનો વરસાદ કર્યો
સંગીત કાર્યક્રમ દરમિયાન જ્યારે એક ભજનીકે પોતાના સુર રેલાવી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા તે દરમિયાન PSI વાય.પી.હડિયા પણ ખૂબ જ ઉત્સાહમાં આવ્યા હતા અને ભજનીક પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. PSI વાય.પી. હડિયાનો રૂપિયા ઉડાવતો વીડિયો (PSI YP Hadiya Viral video) સોશિયલ મીડિયા પર વાઇરલ થતા હવે વિવાદ સર્જાયો છે. લોકો દ્વારા અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. PSI વાય.પી. હડિયા દ્વારા ભાન ભૂલી રૂપિયા ઉડાવતો વીડિયો જોઈ લોકો અનેત તર્ક વિતર્ક કરી રહ્યા છે.
આ પણ વાંચો – રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ભુજ ખાતે ‘દેશજ’ મહોત્સવનો રંગારંગ શુભારંભ
આ પણ વાંચો – ગુજરાતી ચલચિત્ર પારિતોષિક સમારોહમાં CM પટેલે કહ્યું – હવે ગુજરાત બની રહ્યું છે ફિલ્મ ઉદ્યોગનું હબ
આ પણ વાંચો – રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્મૃતિવનની મુલાકાત લઈને ભૂકંપના દિવંગતોને અંજલી અર્પી