+

Bharuch નાં રાજકારણમાં પ્રાણીઓની એન્ટ્રી! મનસુખ વસાવાએ કુતરાં બિલાડા પછી ચૈતર વસાવાને ગણાવ્યાં મચ્છર

રાજ્યમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે પ્રચાર-પ્રસાર તેના અંતિમ તબક્કામાં છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. દરમિયાન, નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા પણ…

રાજ્યમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે પ્રચાર-પ્રસાર તેના અંતિમ તબક્કામાં છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. દરમિયાન, નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા પણ નજરે પડી રહ્યા છે. થોડા દિવસ પહેલા ભરૂચ (Bharuch) લોકસભા બેઠક પરથી BJP ના ઉમેદવાર મનસુખ વસાવાએ (Mansukh Vasava) ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. ત્યારે હવે ચૈતર વસાવાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

ભાજપ મારાથી ડરે છે : ચૈતર વસાવા

ભારૂચ (Bharuch) લોકસભા બેઠક પર જોરદાર ચૂંટણી જંગ જામ્યો છે. થોડા દિવસ પહેલા ભરૂચ લોકસભા બેઠક પરથી BJP ના ઉમેદવાર મનસુખ વસાવાએ કહ્યું હતું કે, ચૈતર વસાવાથી (Chaitar Vasava) કૂતરું બિલાડુ પણ ડરતું નથી. ત્યારે હવે મનસુખ વસાવાના આ નિવેદન સામે ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે, ચૂંટણીમાં કૂતરું બિલાડું મનસુખ વસાવા લાવ્યા. ચૈતર વસાવાએ આરોપ લગાવતા આગળ કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને સી.આર. પાટીલ (CR Patil) મારું 5 5 વાર નામ લે છે એટલે ભાજપ મારાથી ડરે છે.

ચૈતર વસાવાનું નિવેદન સામે આવતા મનસુખ વસાવાએ (Mansukh Vasava) પણ પલટવાર કર્યો હતો અને કહ્યું કે, આમ આદમી પાર્ટીના (AAP) લોકો જેલમાં છે અને ચૈતર વસાવા સામે ઓછા સમયમાં 13 ગુન્હા નોંધાયા છે. એવા લોકોથી સાવધાન રહેવા અમિત શાહે કહ્યું હતું. રાષ્ટ્રહિતને તોડવાનું કામ કરતા હોય તેવા લોકો સામે લડવા અમિત શાહે કહ્યું હતું. આ સાથે મનસુખ વસાવાએ કહ્યું કે, ક્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ક્યાં ચૈતર વસાવા… આ ચૈતર વસાવા મચ્છર જેવો છે.

મનસુખ વસાવાએ નેત્રંગ વિસ્તારમાં ઘોડેસવારી કરી

જણાવી દઈએ કે, ચૂંટણી પ્રચારને લઈ મનસુખ વસાવાએ (Mansukh Vasava) નેત્રંગ વિસ્તારમાં ઘોડેસવારી કરી હતી. દરમિયાન, ભાજપના ધારાસભ્ય રિતેશ વસાવા અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પણ હાજર રહ્યા હતા. ઘોડેસવારી બાબતે સાંસદે કહ્યું હતું કે, કાર્યકર્તાઓમાં ઉત્સાહ હોય અને લાગણી હોય એને અમારે માન આપવું પડે. અલગ-અલગ જગ્યા કોઈ ખભે બેસાડે છે કોઈ બગીમાં બેસાડે છે તો કોઈ ઘોડા પર બેસાડે છે. ચૂંટણી પ્રચારમાં બધા જ પક્ષના લોકો આવું કરતા જ હોય છે. તેમણે કહ્યું કે, કાર્યકર્તાઓને રાજી કરવા માટે અમારે ઘોડા પર બેસવું પડે છે. ભાજપને જીતાડવા માટે સંપૂર્ણ તાકાત સાથે લડી રહ્યા છીએ. ત્યાં આવા કાર્યક્રમો પણ થતા હોય છે. તેમણે કહ્યું કે, મારી જીત બાદ પણ કાર્યકર્તાઓ દ્વારા આવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તો એમનું માન રાખવા પણ બેસવું પડતું હોઈ છે.

 

આ પણ વાંચો – Porbandar : મતદાનના 3 દિવસ પહેલા BJP ને મોટું નુકસાન, આ દિગ્ગજ નેતાનું હાર્ટ એટેકથી થયું નિધન

આ પણ વાંચો – Lok Sabha Elections : બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધીએ કહ્યુ- ‘BJPની સરકારમાં 10 વર્ષમાં 14 વખત પેપર લીક થયા’

આ પણ વાંચો – Amit Shah: રાહુલબાબા વાયનાડમાં હારવાના છે એટલે રાયબરેલી ગયા…

Whatsapp share
facebook twitter