+

Mehsana Congress-BJP: ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં એક સ્ટેજ પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો નજરે આવ્યા

Mehsana Congress-BJP: લોકસભા ચૂંટણી 2024 (LokS Sabha Election) નો રંગ ચોતરફ જામ્યો છે. ઠેર-ઠેર નેતાઓ અને કાર્યકારો પાર્ટી (Lok Sabha Candidate) નો પ્રચંડ રીતે પ્રચાર કરી રહ્યા છે. પાર્ટીના દિગ્ગજ…

Mehsana Congress-BJP: લોકસભા ચૂંટણી 2024 (LokS Sabha Election) નો રંગ ચોતરફ જામ્યો છે. ઠેર-ઠેર નેતાઓ અને કાર્યકારો પાર્ટી (Lok Sabha Candidate) નો પ્રચંડ રીતે પ્રચાર કરી રહ્યા છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ જનસભાના કાર્યક્રરોનું આયોજન કરીને મતદાન (Voting) કરવા માટે રિઝવી રહ્યા છે. ત્યારે ભારતની બે મુખ્ય પાર્ટી (BJP-Congress)ના લોકસભા ચૂંટણીના ઉમેદવારો એક સાથે જોવા મળ્યા છે.

  • મેહસાણામાં એક સ્ટેજ પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો
  • કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિ પણ હાજર
  • પૂર્વ ધારાસભ્યનું આહ્વાન રામજી ઠાકોરને

ગુજરાત (Gujarat) ના ઈતિહાસમાં આ કદાચ આ પહેલીવાર બન્યું હશે કે, ભારતની બે મુખ્ય રાજકીય પાર્ટીના BJP અને Congress ના લોકસભા ચૂંટણી (Lok Sabha Election) બેઠકના ઉમેદવાર (Lok Sabha Candidate) એક જાહેર કાર્યક્રમમાં જોવા મળ્ય હતા. આજરોજ મહેસાણા જિલ્લા (Mehsana) માં આવેલા વિસનગર તાલુકમાં ક્ષત્રિય ઠાકોર સમાજના સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Amreli Lok Sabha Candidate: કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરાવા ભાજપે નખશિશ જોર લગાવ્યું

કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિ પણ હાજર

ત્યારે આ કાર્યક્રમમાં મહેસાણા BJP અને Congress ના લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટેના ઉમેદવારો (Lok Sabha Candidate) એક સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં BJP ઉમેદવાર હરિભાઈ પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર એકસાથે સ્ટેજ સેયર કર્યું હતું. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં પ્રથમ વખત Gujarat First દ્વારા ભવ્યાતિભવ્ય Sant Sammelan યોજાયું

પૂર્વ ધારાસભ્યનું આહ્વાન રામજી ઠાકોરને

આ કાર્યક્રમને લઈ ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો દ્વારા કોંગ્રેસ લોકસભા ઉમેદવાર રામજી ઠાકોરને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોરના આહ્વાનના હેઠળ રામજી ઠાકોરે સમર્થન આપ્યું હતું. જોકે આ કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્વક સમાપ્ત થયું હતું.

આ પણ વાંચો: VADODARA : સપ્ટેમ્બરમાં “બરોડા પ્રિમીયર લીગ” રમાશે, IPL ની તક ખુલશે

Whatsapp share
facebook twitter