+

Kshatriya Community Protest: પીએમ મોદીની સભાથી દૂર રહેવા ક્ષત્રિયોને સલાહ

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના એક પછી એક ચરણ (Lok Sabha Election) ના મતદાનનું દેશમાં આયોજન થઈ રહ્યું છે. તો 7 મેના રોજ ભાજપ (BJP) નું ગઢ કહેવાતું…

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના એક પછી એક ચરણ (Lok Sabha Election) ના મતદાનનું દેશમાં આયોજન થઈ રહ્યું છે. તો 7 મેના રોજ ભાજપ (BJP) નું ગઢ કહેવાતું રાજ્ય ગુજરાત (Gujarat) માં મતદાન કરવામાં આવશે. પરંતુ આ વખતે ભાજપ (BJP), મોદી સરકાર (PM Modi) અને લોકસભા બેઠકના ઉમેદવારો (Lok Sabha Candidate) માટે ગુજરાતમાં બાજી મારવી થોડી સંઘર્ષમય સાબિત થઈ શકે છે. કારણ કે… આ વખથે ભાજપ (BJP) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ની સરકાર સામે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજે વિદ્રોહ (Kshatriya Community Protest) ના પાયા અડગ ઉભા છે.

  • ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત

  • વિવિધ જિલ્લાઓમાં અસ્મિતા સંમેલનનું આયોજન

  • માગ પૂરી ના થતા મહિલાઓ અનશન પર ઉતરી

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવવાના છે. ત્યારે વડાપ્રધાન મોદી (PM Modi) એ ગુજરાત (Gujarat) માં વિવિધ રેલી અને જનસભાનું આયોજન કર્યું છે. જોકે આપણે સૌ જાણીએ છીએ ગુજરાત (Gujarat) માં પીએમ મોદી (PM Modi) ના ચાહકોની સંખ્યા પર્વતમાં રહેલા પથ્થરોની સરખામણીમાં છે. ત્યારે આ રેલીઓમાં અને જનસભામાં ક્ષત્રિય સમાજના આગેવાનો (Kshatriya Community) એ ક્ષત્રિય અને રાજપૂત લોકોને ઉપસ્થિત નહીં રહેવાનું આહ્વાન કર્યું છે. તે ઉપરાંત ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના આગેવાનો એ પણ સૂચન પાઠવ્યું છે કે, વડાપ્રધાન મોદી (PM Modi) ની રેલી કે જનસભામાં કોઈપણ પ્રકારનો વિરોધ પ્રદર્શિત કરીને લોકોનું ધ્યાન આકર્શિત કરવાનું કામ નહીં કરવામાં આવે.

આ પણ વાંચો: PM MODI : ગુજરાતમાં આવતીકાલથી ઝંઝાવાતી પ્રચાર શરુ

વિવિધ જિલ્લાઓમાં અસ્મિતા સંમેલનનું આયોજન

જોકે આ પહેલા પણ ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના આગેવાનો અને કાર્યકારો દ્વારા રાજકોટ, ધંધુકા, વડોદરા, બારડોલી અને ડીસામાં અસ્મિતા સંમેલનનું આયોજન કરીને BJP સરકાર વિરોધ કરવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં આ મામલે કેન્દ્ર સરકારમાં રહેલા BJP ના નેતા અને અધિકારીઓએ આ મામલે કડક પગલા લેવામાં અસક્ષમ રહ્યા છે. તે ઉપરાંત ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના વિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી (Home Minister) અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર (Lok Sabha Candidate) અમિત શાહ (Amit Shah) ગુજરાતમાં વિવિધ રેલી અને જનસભાનું આયોજન કરી ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે તેમને અનેક પત્રકારો અને મીડિયા કર્મીઓએ ક્ષત્રિય સમાજના વિરોધ (Kshatriya Community) ને લઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ત્યારે તેમણે આ મામલા નજરઅંદાજ કર્યો છે.

Kshatriya Community Protest

Kshatriya Community Protest

આ પણ વાંચો: Kshatriya Samaj : પદ્મીનીબા વાળાના મોટા એલાનથી ખળભળાટ

માગ પૂરી ના થતા મહિલાઓ અનશન પર ઉતરી

તો રાજકોટમાં યોજાયેલ અસ્મિત મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના પ્રમુખે 19 એપ્રિલ સુધી ભાજપ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર (Lok Sabha Candidate) પરષોત્તમ રૂપાલાની ઉમેદાવાર ફોર્મ પાછું ખેંચી લેવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમ છતાં BJP સરકાર દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલનું ફોર્મ પાછુ ખેંચવામાં આવ્યું ન હતું. જોકે આ ઘટનાને લઈ (Kshatriya Community) ક્ષત્રિયાણીઓ અને રાજપૂતાણીઓ અનશન ઉતરી આવી હતી. પરંતુ દિલ્હીમાં જગતના તાતના દેહ પડી ગયા, ત્યારે પણ આ BJP સરકારના દિગ્ગજ નેતાઓ અને અધિકારીઓનું પાણી હલ્યું ન હતું. તેથી અનશન પર ઉતરેલી (Kshatriya Community) મહિલાઓને પારણા કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં ભાજપ પોતાની જીતને કાયમ કરી શકેશે કે નહીં?

જે માગ સાથે ક્ષત્રિયો સમાજે (Kshatriya Community) વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તે માગ તો BJP સરકાર દ્વારા પૂરી કરવામાં આવી નથી. કારણ કે… ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે. તેની સાથે ગુજરાતમાં અને કેન્દ્ર સરકારમાં રહેલા BJP ના દિગ્ગજ નેતાઓ અને અધિકારીઓએ આ મામલે મૌન ધારણ કર્યું છે. જ્યારે કોઈપણ BJP ના લોકસભા બેઠકના ઉમેદવાર જનસભા કે રેલીનું આયોજન કરે, ત્યારે તેમને આ મામલે પ્રશ્નો પૂછતા તેઓ વાતને નજરઅંદાજ કરી રહ્યા છે. હવે, આ સંજોગોમાં એ જોવાનું રહ્યું કે, શું ભાજપગઢ કહેવાતું ગુજરાતમાં ભાજપ પોતાની જીતને કાયમ કરી શકેશે કે નહીં?

આ પણ વાંચો: Rajkot : પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં લેઉવા-કડવા પાટીદાર એક મંચ પર, આ તારીખે યોજાશે સ્નેહમિલન સમારોહ

Whatsapp share
facebook twitter