+

Kshatriya Samaj : ઓડિયો ક્લિપ મામલે ઘમાસાણ! PT જાડેજા, પદ્મિની બા અને ભૂપતસિંહ જાડેજાએ કર્યા ખુલાસા!

Kshatriya Andolan : રાજકોટમાં ક્ષત્રિય સંકલન સમિતિમાં (Kshatriya Samaj Sankalan Samiti) અંદરોઅંદર ડખા થયા હોય તેવું ચિત્ર આકાર પામી રહ્યું છે. કારણે કે, પદ્મિનીબા વાળા બાદ પી. ટી. જાડેજાએ (P.…

Kshatriya Andolan : રાજકોટમાં ક્ષત્રિય સંકલન સમિતિમાં (Kshatriya Samaj Sankalan Samiti) અંદરોઅંદર ડખા થયા હોય તેવું ચિત્ર આકાર પામી રહ્યું છે. કારણે કે, પદ્મિનીબા વાળા બાદ પી. ટી. જાડેજાએ (P. T. Jadeja) સંકલન સમિતિ પર ગંભીર આક્ષેપો કર્યા છે. સોશિયલ મીડિયા પર 6 જેટલી ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં સંકલન સમિતિ સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે અને આ ઓડિયો ક્લિપ પી.ટી. જાડેજાની હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે હવે પી. ટી. જાડેજાએ વીડિયો પોસ્ટ કરી આ અંગે સ્પષ્ટતા કરી છે. સાથે જ આ મામલે પદ્મિની બા અને ભૂપતસિંહ જાડેજાએ (Bhupat Singh Jadeja) પણ પ્રતિક્રિયા આપી છે.

ગદ્દાર કોણ છે ? એક જ છે તેને અમે ખુલ્લો પાડીશું : PT જાડેજા

વાઇરલ ઓડિયો ક્લિપ મામલે સ્પષ્ટતા કરતા પી.ટી. જાડેજાએ (P. T. Jadeja) કહ્યું કે, રાજીનામું આપવાનું કહ્યું હતું. મેં રાજીનામું આપ્યું નથી અને આપવાનો પણ નથી. સોશિયલ મીડિયામાં હજારો યુવાનો મારા સમર્થનમાં આવ્યા છે. સંકલન સમિતિ મારા સમર્થનમાં ન આવતા મારે નારાજગી વ્યક્ત કરવી પડી હતી. તેમણે કહ્યું કે, સંકલન સમિતિ કાયમ રહેશે. 14 જણાંની કમિટીમાંથી કોણ ફૂટ્યો તે જાણવા જેવું. આ મામલે હું સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ. ગદ્દાર કોણ છે ? એક જ છે તેને અમે ખુલ્લો પાડીશું. આજે અથવા કાલે સંકલન સાથે ચર્ચા કરીશ. જો કે, પી. ટી.જાડેજા ઓડિયો ક્લિપ બાદ મીડિયા સમક્ષ આવવાનું ટાળ્યું છે.

પદ્મિની બા વાળાએ આપી પ્રતિક્રિયા

બીજી તરફ આ મામલે પદ્મિની બાની (Padminiba Vala) પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, મને આ વાતનો ખ્યાલ હતો જ…પી.ટી.જાડેજાએ પોતાની વાત પર અડગ રહેવું જોઈએ. સંકલન સમિતિ લાંબો સમય ચાલશે પણ નહીં. આ સાથે તેમણે આરોપ લગાવતા કહ્યું કે, સંકલન સમિતિને સમાજની પડી જ નહોતી. સંકલન સમિતિને સમાજની (Kshatriya Samaj Sankalan Samiti) બહેનોની કોઈ ચિંતા નહોતી. પી.ટી. જાડેજાએ દબાણમાં આવી નિવેદન બદલ્યું છે.

ભૂપતસિંહ જાડેજાએ કહી આ વાત

ઉપરાંત, રાજકોટ કરણી સેનાના અધ્યક્ષ ભૂપતસિંહ જાડેજાએ (Bhupat Singh Jadeja) પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મે, પદ્મિની બા અને પી.ટી.જાડેજાએ આંદોલન (Kshatriya Andolan) શરૂ કર્યુ હતું. ત્યાર બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ સ્ટેજ લીધુ અને આંદોલન સંભાળ્યું. સમિતિએ પદ્મિની બા અને મારા બાદ પી.ટી.જાડેજાને દૂર કર્યા. પી.ટી.જાડેજાને વાંધો પડ્યો એટલે હવે રાજીનામું આપ્યું. સમાજની માગ પૂરી ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. તેમણે કહ્યું કે, પી.ટી. જાડેજાએ ભાજપમાં રહેલા આગેવાનો વિશે બોલ્યા તે ન બોલવું જોઈએ, કારણ કે, કોઈ પણ આગેવાન પોતાની શક્તિથી આગળ વધ્યા હોઈ છે તેનું માન જાળવવું જોઈએ.

આ પણ વાંચો – પદ્મિનીબા બાદ P. T. Jadeja ના સંકલન સમિતિ સામે ગંભીર આક્ષેપ, ‘ગદ્દાર’ શબ્દના ઉપયોગ સાથે ઓડિયો ક્લિપ વાઇરલ!

આ પણ વાંચો – RUPALA CONTROVERSY : BJP માં રહી વિરોધી પ્રવૃત્તિ કરનારાઓની યાદી તૈયાર! પરિણામ બાદ મોવડી મંડળ કરશે કાર્યવાહી

આ પણ વાંચો – Rajkot લોકસભા બેઠક પર બાજી કોણ મારશે ?

Whatsapp share
facebook twitter