Khoraj Pran Pratishtha Mohotsav: ગાંધીનગરના (Gandhinagar) ખોરજ (Khoraj) ગામ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. દરમિયાન, ખોરજ ગામ ખાતે ધાર્મિક એકતાની સરવાણી વહી. આ મહોત્સવમાં દરેક ધર્મ, સમાજના લોકો દ્વારા સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. રબારી અને મુસ્લિમ સમાજના યુવાનો (Muslim Samaj) દ્વારા મહોત્સવ દરમિયાન ઠેર ઠેર શરબત અને ચાનું વિતરણ કરાઈ રહ્યું છે. આજે મહોત્સવના બીજા દિવસે રાસ ગરબાનું આયોજન પણ કરાયું છે, જેમાં ગુજરાતી સિંગર સાંત્વની ત્રિવેદી (Santvani Trivedi) પોતાના સૂરોથી રમઝટ જમાવશે. આ રાસ ગરબા કાર્યક્રમનું LIVE પ્રસારણ દર્શકો ગુજરાત ફર્સ્ટની ટીવી ચેનલ અને યુટ્યૂબ ચેનલ (Gujarat First YouTube Channel) પર જોઈ શકશે.
ખોરજમાં ધાર્મિક એકતાની સરવાણી વહી
ખોરજ ગામ ખાતે યોજાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે બીજો દિવસ છે. આ મહોત્સવ દરમિયાન ખોરજ ખાતે ધાર્મિક એકતાની સરવાણી વહી છે. દરેક ધર્મ અને સમાજના લોકો આ મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને પોતાની નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે. ત્યારે મુસ્લિમ અને રબારી સમાજના (Rabari Samaj) યુવાનો દ્વારા આ મહોત્સવમાં ઠેર ઠેર શરબત અને ચા વિતરણનું આયોજન કરાયું છે. મુસ્લિમો સમાજના યુવાનો દ્વારા ગામમાં શરબત જ્યારે રબારી સમાજ દ્વારા ચાનાં કાઉન્ટર ઊભા કરી વિતરણ કરાઈ રહ્યું છે. ખોરજ ગામની ધાર્મિક એકતાએ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
સાંત્વની ત્રિવેદીના સ્વરે રાસ-ગરબાની રમઝટ, અહીં જુઓ LIVE
ખોરજ ગામ ખાતે ત્રણ નવનિર્મિત મંદિરોનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Khoraj Pran Pratishtha Mohotsav) ઊજવાઈ રહ્યો છે. ત્યારે નગરજનોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ખોરજ ગામે ભક્તિ અને શક્તિનો અલૌકિક સંગમ જોવા મળી રહ્યો છે. આ મહોત્સવનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે રાસ ગરબા કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ગુજરાતી સિંગર સાંત્વની ત્રિવેદી (Santvani Trivedi) ગરબાની રમઝટ જમાવશે. ગુજરાત ફર્સ્ટના દર્શકો ખોરજ ખાતેના રાસ ગરબા કાર્યક્રમનું LIVE પ્રસારણ ગુજરાત ફર્સ્ટની ટીવી ચેનલ અને યુટ્યૂબ ચેનલ (Gujarat First YouTube Channel) પર જોઈ શકાશે.
આ પણ વાંચો – Khoraj Pran Pratishtha Mohotsav : મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું ભવ્ય સ્વાગત, શોભાયાત્રામાં વિશાળ જનમેદની
આ પણ વાંચો – Khoraj: ખોરજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે બીજો દિવસ, યોજાઈ ભવ્ય શોભાયાત્રા