+

International Yoga Day : નડાબેટમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ, CM એ યોગ કરી પાઠવી શુભેચ્છા, કહી આ વાત

દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day) ઉજવણી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠાના નડાબેટ (Nadabet) ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત…

દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day) ઉજવણી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠાના નડાબેટ (Nadabet) ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત 2500 જેટલા યોગ સાધકો જોડાયા હતા અને યોગા કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર આ ઉજવણી કરવામાં આવી હતી.

નડાબેટ ખાતે CM એ કરી ઉજવણી

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. વહેલી સવારથી લોકોએ યોગા કરીને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ સમઝ્યું હતું. ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ વિવિધ જિલ્લાઓમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં આવેલ ભારત-પાકિસ્તાનની સરહદ (Indo-Pak border) પર આવેલ નડાબેટ ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી માટે ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર રાજ્યકક્ષાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 2500 જેટલા યોગ સાધકો જોડાયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 2500 જેટલા યોગ સાધકો જોડાયા

CM એ ટ્વીટ કરી પાઠવી શુભેચ્છા

આ પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ટ્વીટ કરીને નાગરિકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે, ‘દિવસની શરૂઆત યોગથી થાય એનાથી વધુ સુંદર, શાંતિદાયક અને સ્વાસ્થ્યપ્રદ બીજું શું હોય ? આવો, આપણે સૌ યોગને રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બનાવીએ. જીવનને યોગમય બનાવીએ. યોગ થકી ઉત્તમ મનુષ્ય, ઉત્તમ સમાજ, ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરીએ. સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામના…’

 

આ પણ વાંચો – International Yoga Day : સુરતમાં CR પાટીલ, અમદાવાદ-વડોદરામાં મેયર-મંત્રી, લોકોએ કરી ઉજવણી

આ પણ વાંચો – International Yoga Day : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, HM હર્ષ સંઘવીએ કરી ઉજવણી, રાજ્યભરમાં આયોજન

આ પણ વાંચો – International Yoga Day : સાયન્સ સિટીમાં ભવ્ય ઉજવણી, 400-500 લોકો લેશે ભાગ

Whatsapp share
facebook twitter