+

Ahmedabadમાં વરસાદની જોરદાર એન્ટ્રી,પહેલા જ વરસાદે ખોલી તંત્રની પોલ

Ahmedabad Rain: ગુજરાતમાં ચોમાસું જામી (Gujarat monsoon 2024) ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. અમદાવાદમાં (Ahmedabad Rain) આજે હવામાન વિભાગની (IMD) ભારે વરસાદની આગાહી…

Ahmedabad Rain: ગુજરાતમાં ચોમાસું જામી (Gujarat monsoon 2024) ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. અમદાવાદમાં (Ahmedabad Rain) આજે હવામાન વિભાગની (IMD) ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ તોફાની બેટિંગ શરુ કરી દેતા અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારે લગભગ 1 વાગ્યાની આસપાસ વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયાના અહેવાલ મળી રહ્યા છે. આ દરમિયાન મકરબા અને અખબારનગર અંડરપાસ બંધ (under pass close) કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) અમદાવાદની ઘાટલોડિયા સીટ પરથી જીત્યા છે અને માત્ર 2 ઈંચ વરસાદમાં જ અમદાવાદ પાણીમાં ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

 

કેટલાક રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાયા

અમદાવાદમાં વરસાદને પગલે નીચાણવાળા રસ્તાઓમાં પાણી ભરાય ગયા છે. જેના પગલે વાહચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાયા છે. ઉલ્લેખનીય છે કે રસ્તા પર પાણી ભરાઈ જતા તંત્રના પ્રિ- મોન્સુનના (pre monsoon) દાવા પોકળ સાબિત થયા છે.

 

  • અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ
  • એસજી હાઈવે, પ્રહલાદનગર, શ્યામલ, સરખેજમાં વરસાદ
  • ઈસ્કોન, બોપલ, ઘુમા, થલતેજ, શેલા, ગોતામાં વરસાદ
  • વસ્ત્રાપુર, આનંદનગર, જોધપુર, વેજલપુરમાં વરસાદ
  • મણિનગર, ખોખરા, અમરાઈવાડી, હાટકેશ્વરમાં વરસાદ
  • વટવા, સીટીએમ, વસ્ત્રાલ, નિકોલ, ઓઢવમાં વરસાદ
  • અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી

 

ઇસનપુરમાં ગટરના પાણી બેક માર્યા

અમદાવાદના ઇસનપુર ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર ગટરનું પાણી બેક મારી રહ્યું છે. વરસાદ અને ગટરનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે. ગટરનું દૂષિત પાણી રસ્તા પર ફરી વળતા દુર્ગંધ ફેલાઈ છે. ન્યુ રાણીપ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. આનંદ પાર્ટી પ્લોટ પાસે તળાવ જેવા દ્રશ્યો છે. ચાંદલોડિયાથી કારીગામ જતા રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા લોકોને દર વર્ષે ભરાતા પાણીને લઈ મુશ્કેલીઓ પડી રહી છે.મણિનગર અને ઘોડાસર વિસ્તારમાં છેલ્લા અડધા કલાકમાં ધોધમાર વરસાદ છે. ઘોડાસર રાધિકા બંગલોની બહાર વરસાદી પાણી ભરાયા છે. બાપુનગરથી લઈ બોપલ સુધીના તમામ વિસ્તારમાં વરસાદ છે.

અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં પણ હાલ વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના પૂર્વ-પશ્ચિમના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના પૂર્વ-પશ્ચિમના તમામ વિસ્તારમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. સિંધુ ભવન રોડ, બોપલ, ગોતા, ઈસનપુર સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે.

આ પણ  વાંચો  – Ahmedabad માં મેઘરાજાની જોરદાર બેટિંગ, અનેક વિસ્તારો પાણીમાં ભરાયા

આ પણ  વાંચો  Kutch: આદિપુરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર શખ્સને કોર્ટે ફટકારી 20 વર્ષની સખત કેદની સજા

આ પણ  વાંચો  આગામી ત્રણ કલાકમાં Ahmedabad ભારે વરસાદની આગાહી, 60 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન

 

Whatsapp share
facebook twitter