+

Harsh Sanghvi : મા અંબાના શરણે ગૃહરાજ્ય મંત્રી, કહ્યું- દર્શન કરીને મારા રાજ્યના…!

ગુજરાતમાં ગઈકાલે 25 લોકસભા બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. ત્યારે મતદાનના બીજા દિવસે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) આદ્યશક્તિ મા અંબાના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે…

ગુજરાતમાં ગઈકાલે 25 લોકસભા બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. ત્યારે મતદાનના બીજા દિવસે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) આદ્યશક્તિ મા અંબાના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે શક્તિપીઠ અંબાજી (Shaktipeeth Ambaji) ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં ભાજપના (BJP) કાર્યકર્તા પણ હાજર રહ્યા હતા. દરમિયાન, હર્ષ સંઘવીએ કહ્યું કે, માતાજીનાં દર્શન કરીને રાજ્યના નાગરિકોનો વિકાસ થાય તેવી પ્રાર્થના કરી છે.

રાજ્યમાં લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) મતદાનના બીજા દિવસે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મા આદ્યશક્તિના દર્શન કરવા માટે શક્તિપીઠ અંબાજી (Shaktipeeth Ambaji) પહોંચ્યા હતા. તેમની સાથે ભાજપના કાર્યકર્તાઓ પણ હતા. દરમિયાન, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું હતું. હર્ષ સંઘવીએ મા અંબાજીનાં દર્શન કર્યા બાદ મંદિરમાં સિદ્ધિવિનાયકના દર્શન પણ કર્યા હતા. મંદિરના ભટજી મહારાજે (Bhatji Maharaj) હર્ષ સંઘવીને આશીર્વાદ આપ્યા હતા.

મંદિર ટ્રસ્ટ દ્વારા હર્ષ સંઘવીનું સ્વાગત કરાયું

મારા રાજ્યના નાગરિકોનો વિકાસ થાય તેવી પ્રાર્થના કરી : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. ત્યારે ‘400 પાર’ના નારા અંગે સવાલ પૂછાતા તેમણે કહ્યું કે, આતો લોકોનો નારો છે. હાલ હું મા અંબેના ચરણોમાં વંદન કરવા આવ્યો છું અને સેવાના કામમાં જોડાવા આવ્યો છું. રાજનીતિની વાતો આજે આખો દિવસ થઇ શકશે. આજે મેં માતાજીનાં દર્શન કરીને મારા રાજ્યના નાગરિકોનો વિકાસ થાય તેવી પ્રાર્થના કરી છે.

આ પણ વાંચો – ‘માણસ માત્ર ભૂલને પાત્ર…’, Parshottam Rupala એ ફરી ક્ષત્રિજ સમાજની માગી માફી, જાણો શું કહ્યું ?

આ પણ વાંચો – IFFCO : સરકારી ક્ષેત્રે ડખો! આવતીકાલે ડિરેક્ટર પદ માટે BJP ના બળીયા જૂથ આમને સામને, વાંચો અહેવાલ

આ પણ વાંચો – Aravalli: અરવલ્લીમાં ભાજપ નેતા પર થયો હુમલો, અસમાજિક તત્વો કાર પર પથ્થરમારો કરી ફરાર

Whatsapp share
facebook twitter