+

Gujarat High Court : GPSC ની જાતીય અસંવેદનશીલતાનો મામલો, કોર્ટે મહિલાની અરજી માન્ય રાખી

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ની જાતીય અસંવેદનશીલતા મામલે ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) મહિલાની અરજીને માન્ય રાખી છે. જે મુજબ, હવે આગામી 15 દિવસમાં GPSC મહિલાનો ઇન્ટરવ્યૂ લેશે. અગાઉ…

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ની જાતીય અસંવેદનશીલતા મામલે ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) મહિલાની અરજીને માન્ય રાખી છે. જે મુજબ, હવે આગામી 15 દિવસમાં GPSC મહિલાનો ઇન્ટરવ્યૂ લેશે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે GMDC માં પ્રવેશ મામલે GPSC ને નોટિસ ફટકારી હતી. ગાંધીધામની મહિલાએ ઇન્ટરવ્યૂની તારીખ દરમિયાન ઈમેલ મારફતે ગર્ભવતી હોવાની જાણ કરી હતી.

ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનમાં (GMDC) ક્લાસ-2ના ઇન્ટરવ્યૂમાં પ્રસુતિનાં દિવસો દરમિયાન અરજદાર મહિલાને હાજર થવા GPSC ના વર્તણૂક સામે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) લાલ આંખ કરી હતી. આ મામલે કોર્ટે GPSC ને નોટિસ ફટકારી હતી અને યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી જાહેર કરાયેલી પોસ્ટ માટે 1 બેઠક ખાલી રાખવા આદેશ કર્યો હતો. આ કેસમાં મહિલાએ અરજી કરતા કોર્ટે તેને માન્ય રાખી છે. જે મુજબ, હવે આગામી 15 દિવસમાં GPSC દ્વારા અરજદાર મહિલાનો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. આ પહેલા 1 જાન્યુઆરીના રોજ મહિલાએ ઇ-મેઇલ થકી ગર્ભવતી હોવાની GPSC ને જાણ કરી હતી.

ગર્ભવતી મહિલાએ ઇન્ટરવ્યૂ માટે વધુ સમયની દાદ માગી હતી

ગાંધીધામની મહિલાએ ફાઇનાન્સ અને એકાઉન્ટ વિભાગમાં ક્લાસ-2માં આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે અરજી કરી હતી. GPSC દ્વારા 1 જાન્યુઆરીના રોજ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યો હતો. જો કે, તે દરમિયાન અરજી કરનાર મહિલા ગર્ભવતી હોવાથી મહિલાએ એ જ સમયમાં GPSC ને જાણ કરી વધુ સમયની દાદ માગી હતી. અહેવાલ અનુસાર, ગર્ભવતી મહિલાને ઇન્ટરવ્યૂ માટે 300 કિમી દૂર ગાંધીધામથી ગાંધીનગર બોલાવાઈ હતી. GPSC ની જાતીય અસંવેદનશીલતા મામલે હાઇકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

 

આ પણ વાંચો Draupadi Murmu : રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત દ્રોપદી મુર્મુ આ દિવસે આવશે સુરત, વાંચો વિગત

Whatsapp share
facebook twitter